ભારતના મહેમાન બનીને આવ્યા ચિત્તા, દાયકાઓ પહેલા તૂટેલી કડી આજે જોડાઈ ગઈ- PM મોદી

Cheetah Retunrns: કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા બાદ પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ કે આજે ચિત્તા ભારતના મહેમાન બનીને આવ્યા છે અને દાયકાઓ પહેલા તૂટેલી કડી આજેે જોડાઈ ગઈ છે. આ તકે પીએમ મોદીએ ગ્લોબલ પડકારને પોતાનો વ્યક્તિગત પડકાર માની ચાલવા પણ જણાવ્યુ છે

ભારતના મહેમાન બનીને આવ્યા ચિત્તા, દાયકાઓ પહેલા તૂટેલી કડી આજે જોડાઈ ગઈ- PM મોદી
PM મોદી
| Edited By: | Updated on: Sep 17, 2022 | 1:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ લીવર ખેંચીને ચિત્તાઓને કુનો નેશનલ પાર્ક(Kuno National Park)માં છોડ્યા છે. ચિત્તાઓને છોડ્યા બાદ પીએમ મોદી ફોટોગ્રાફી કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર હતા. વર્ષ 1952માં લુપ્ત થઈ ગયેલા ચિત્તા(Cheetah) ફરી એકવાર ભારતની ધરતી આવી પહોંચ્યા છે. આ ચિત્તાઓનું નવુ નિવાસસ્થાન મધ્ય પ્રદેશમાં કુનો નેશનલ ફોરેસ્ટ પાર્ક બની ગયું છે. નામીબિયાથી આઠ ચિત્તાઓ આજે વહેલી સવારે ગ્વાલિયરના મહારાજા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યારપછી અહીંથી આ તમામ ચિત્તાઓને સેનાના ત્રણ વિશેષ હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે સવારે 11.30 વાગ્યે લીવર ખેંચીને ત્રણ ચિતાઓને જંગલમાં છોડ્યા હતા. હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ ચિત્તાઓ થોડા દિવસો માટે એક ખાસ વાડામાં રહેશે. જ્યારે તેમને અહીંના વાતાવરણ અને હવા પાણીની ટેવ પડી જશે, ત્યારે સમગ્ર જંગલ તેમને સોંપવામાં આવશે.


પીએમ મોદીએ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાને અનુસરીને, ભારત આ ચિત્તાઓના પુનર્વસન માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. અમે અમારા પ્રયાસોને નિષ્ફળ નથી થવા દેવાના. કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાને જોવા માટે દેશવાસીઓએ હજુ થોડા મહિના રાહ જોવી પડશે. આજે આ ચિત્તાઓ મહેમાન બનીને આવ્યા છે, તેઓ આ વિસ્તારથી અજાણ છે. આ ચિત્તાઓ કુનો નેશનલ પાર્કને તેમનું ઘર બનાવી શકે તે માટે, આપણે આ ચિત્તાઓને પણ થોડા મહિનાનો સમય આપવો પડશે”પીએમએ કહ્યું, “એ ઘણુ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષ 1952માં દેશમાંથી ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દેવાયા અને ત્યારબાદ દાયકાઓ સુધી તેમના પુનર્વસન માટે કોઈ સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. આજે આઝાદીના અમૃતકાળમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાઓના પુનર્વસનના કામમાં લાગી ગયો છે.એ વાત સાચી છે કે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ થાય છે તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગો પણ ખુલે છે. જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ ફરી દોડશે, ત્યારે અહીંની ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ફરીથી રિસ્ટોર થશે.”


PM મોદીએ કહ્યું- “જૈવવિવિધતાની જૂની કડી જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી, લુપ્ત થઈ ગઈ હતી, આજે આપણને તેને ફરીથી જોડવાનો મોકો મળ્યો છે. આજે ભારતની ધરતી પર ચિતાઓ પાછા ફર્યા છે અને હું એમ પણ કહીશ કે આ ચિત્તાઓની સાથે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી તાકાતથી જાગી ઉઠી છે.”

ચિત્તાઓને મુક્ત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે હું નામીબિયા સરકારનો આભાર માનું છું. આ ઐતિહાસિક ક્ષણ છે કે આજે ચિત્તાઓ ભારતની ધરતી પર પાછા ફર્યા છે. તેમણે કહ્યું કે ભૂતકાળ આપણને ઉજ્જવળ ભવિષ્યની તક આપે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીવર ખેંચીને ચિત્તાઓને મુક્ત કર્યા હતા. ચિત્તાઓને છોડ્યા બાદ પીએમ મોદી ફોટોગ્રાફી કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર હતા.

 

Published On - 12:05 pm, Sat, 17 September 22