સાવચેત રહેજો, બુસ્ટર ડોઝના નામે છેતરપિંડી કરનારા થયા છે સક્રીય, OTP કોઈને આપશો નહી

|

Jan 11, 2022 | 3:50 PM

કોવિન (cowin) કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની વિગતો માંગતુ નથી, જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી વિગતો માંગે અથવા બૂસ્ટરના નામે OTP માંગે છે, તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે OTP કોઈની સાથે શેર ન કરવો.

સાવચેત રહેજો, બુસ્ટર ડોઝના નામે છેતરપિંડી કરનારા થયા છે સક્રીય, OTP કોઈને આપશો નહી
Cyber fraud (symbolic image)

Follow us on

કોરોનાના (Corona) વધતા જતા કેસ વચ્ચે સરકારે અગ્રીમ હરોળના આરોગ્યક્ષેત્રના કામદારો (Front line health workers) માટે બૂસ્ટર ડોઝની જાહેરાત કરી છે. અગ્રીમ હરોળના આરોગ્યક્ષેત્રના કામદારોને બુસ્ટર ડોઝ (Booster dose) આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન સાયબર ઠગ પણ સક્રિય થઈ ગયા છે. સાયબર ઠગ્સે બૂસ્ટર ડોઝને (Booster dose) નવું હથિયાર બનાવ્યું છે.

ટ્વિટરથી (Twitter) લઈને ફેસબુક (Facebook) અને વ્હોટ્સએપ (WhatsApp) પર આ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સાઈબર (Cyber ) ઠગ  બૂસ્ટર ડોઝના નામે લોકોને છેતરી રહ્યાં છે.

વાયરલ મેસેજમાં એવુ લખ્યું છે કે, સામાન્ય લોકોને ફોન કરીને બૂસ્ટર ડોઝ (Booster dose,) વિશે માહિતી આપવામાં આવી રહી છે, બૂસ્ટર ડોઝ મેળવવા વિશે પણ માહિતી આપવામાં આવી છે, “જો તમે બૂસ્ટર મેળવવા માંગતા હો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. જો તમે તમારો સમય બુક કરવા માંગો છો, તો તમારી વિગતો જણાવો, તમે તમારી વિગતો આપશો કે તરત જ તમને એક ઓટીપી મળશે”. જો તમે OTP આપો છો તો તમારી સાથે ઘણી છેતરપિંડી થઈ શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિન (cowin) કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની વિગતો માંગતુ નથી, જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી વિગતો માંગે અથવા બૂસ્ટરના નામે OTP માંગે છે, તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે OTP કોઈની સાથે શેર ન કરવો. જો કે, આ મેસેજની હજુ સુધી કોઈએ પુષ્ટિ કરી નથી અને ન તો કોઈ યુઝરે આ પ્રકારની છેતરપિંડી વિશે અત્યાર સુધી કંઈ કહ્યું છે. આ મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ આ મેસેજ શેર કર્યો છે.

અગાઉ દેશમાં લેભાગુ તત્વોએ અનેક પ્રકારે છેતરપિંડી કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ક્યાક કોઈ ઠગ નોકરીના નામે લોકોને ફોન કરીને ઓનલાઈન ઠગાઈ કરે છે તો કોઈ બેંકના નામે અથવા તો ઈન્સ્યોરન્સ, કોઈ એપ કે સરકારી કચેરીના નામ જેવા ભળતા નામે ફોન કરે છે. આવા ભેજાબાજ ઠગ જેને ફોન કરે છે તેમને વાકચાતુર્યથી પટાવીને ભોળવીને કેટલીક મહત્વની માહિતી મેળવી લે છે. જેના આધારે તેઓ ઓનલાઈન ઠગાઈ કરે છે.

આ અંગે સરકાર અને સાઈબર પોલીસ અવારનવાર જાગૃતિ અભિયાન હાથ ધરે છે. લોકોને પોતાની જરૂરી કે બિનજરૂરી વિગતો અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન કરનારને ના આપવા કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ

Delhi Corona Guidelines : દિલ્લીમાં તમામ ખાનગી કચેરીઓ બંધ, DDMA કર્યો આદેશ

આ પણ વાંચોઃ

India Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 1.68 લાખ નવા કેસ, અત્યાર સુધી ઓમિક્રોનના કેસ 4,000ને પાર

Next Article