Char Dham Yatra 2021: ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી નવી SOP, જાણો શું છે નવા નિયમો

|

Oct 06, 2021 | 6:55 PM

Char Dham Yatra 2021: અન્ય રાજ્યોમાંથી ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓ માટે દેહરાદૂન સ્માર્ટ સિટી પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

Char Dham Yatra 2021: ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી નવી SOP, જાણો શું છે નવા નિયમો
Char Dham Yatra 2021

Follow us on

Char Dham Yatra: ચાર ધામ યાત્રા માટે નિયત મર્યાદિત સંખ્યાના પ્રતિબંધને દૂર કર્યા પછી, ઉત્તરાખંડ (Uttrakhand Government) સરકારે SOP જારી કરી છે. એસઓપી મુજબ, દર્શન માટે રજીસ્ટ્રેશન (Registration) અને ઈ-પાસ (E-Pass) જરૂરી રહેશે. આ સાથે બીજા ઘણા નિયમો હશે. જારી કરાયેલ નવી માર્ગદર્શિકા  મુજબ, અન્ય રાજ્યોમાંથી ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓ માટે દેહરાદૂન સ્માર્ટ સિટી પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

તમામ યાત્રાળુઓએ કોવિડ રસીના બંને ડોઝ લાગુ કર્યાના 15 દિવસ પછી અથવા મુસાફરીની તારીખના મહત્તમ 72 કલાક પહેલા RTPCR/TrueNat/CBNAAT/RAT કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. તે પછી જ ચારધામ યાત્રાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત, કોરોના સંક્રમણને રોકવા માટે અગાઉ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પણ ફરજિયાત છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મર્યાદિત સંખ્યાના નિયમને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો.
છેલ્લા 3 સપ્તાહમાં, હાઇકોર્ટે ચાર ધામ યાત્રાને શરતી મંજૂરી આપતા, કેદારનાથમાં માત્ર 800 યાત્રાળુઓ, બદ્રીનાથમાં 1000, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 યાત્રાળુઓને દર્શન માટે પરવાનગી આપવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી, ભક્તો ભેગા થઈ રહ્યા હતા અને ચારે ધામમાં પહોંચી રહ્યા હતા. આ કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઈ રહી હતી. આ સ્થિતિમાં, જિલ્લા વહીવટીતંત્રે ઘણા ભક્તોને રોકવા અથવા પાછા મોકલવા પડતાં હતા.

કોર્ટે યાત્રાળુઓ માટે તબીબી વ્યવસ્થા માટે પણ નિર્દેશ આપ્યો છે.
આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રાજ્ય સરકારે ગુરુવારે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને મુસાફરોની સંખ્યાની મર્યાદા વધારવાની માગ કરી હતી. જો કે, કોર્ટે ઉત્તરાખંડ સરકારને આદેશ આપ્યો છે કે તમામ યાત્રાળુઓ માટે તબીબી વ્યવસ્થા પૂરી કરવી જોઈએ. આ સાથે, ચારેય ધામમાં તબીબી સુવિધાઓ માટે હેલિકોપ્ટર તૈયાર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Sabrimala Trith Yatra: નવેમ્બર મહિનાથી શરૂ થશે પ્રસિદ્ધ સબરીમાલા તીર્થયાત્રા, કેરળ સરકારે તૈયાર કર્યો વર્ક પ્લાન

આ પણ વાંચો: Navratri 2021 : નવરાત્રિમાં વ્રત પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે

Next Article