Chandrayaan 3 Budget : ઈસરોએ ફિલ્મ ‘આદિપુરુષ’ કરતા ઓછા બજેટમાં ચંદ્રયાન 3 બનાવ્યું, બસ હવે ઈતિહાસ રચવાને ગણતરીના કલાકો બાકી

|

Aug 22, 2023 | 1:10 PM

ભારતના ચંદ્રયાન3 (Chandrayaan 3)નું ચંદ્ર પર ઉતરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 125 કરોડની વસ્તીએ જાણવાની આતુરતાથી રાહ જોઈ રહી છે કે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કેવી રીતે ઉતરશે અને તેનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખશે.

Chandrayaan 3 Budget : ઈસરોએ ફિલ્મ આદિપુરુષ કરતા ઓછા બજેટમાં ચંદ્રયાન 3 બનાવ્યું, બસ હવે ઈતિહાસ રચવાને ગણતરીના કલાકો બાકી

Follow us on

Chandrayaan 3 Budget: ભારત ચંદ્ર પર ઉતરવા અને મિશન મૂન પર વિજય મેળવવા માટે તૈયાર છે. રશિયાનું લુના-25 લેન્ડિંગ પહેલા જ મુશ્કેલીમાં મુકાયું હતુ. લુના 25 ચંદ્રની સપાટી સાથે અથડાયા બાદ સંપર્ક ગુમાવી બેઠું હતું. ભારતનું ચંદ્રયાન 3 (Chandrayaan 3) ઉતરાણના છેલ્લા તબક્કામાં છે અને તે ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરશે. આ સાથે મિશન મૂનમાં લેન્ડિંગથી લઈને ઈકોનોમી સુધીનો ઈતિહાસ ભારત જ રચશે.

ઇસરોએ ચંદ્રયાન-3 એ જ બજેટમાં બનાવ્યું છે જે રીતે આજકાલ બોલિવૂડ ફિલ્મો બને છે. જો આ મિશન સફળ થશે તો ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો દેશ બની જશે.

આ પણ વાંચો : Chandrayaan 3: ચંદ્રયાન 3ના મૂન લેન્ડિંગ પહેલા બોલિવૂડ ઉત્સાહિત, હેમા માલિનીએ કહ્યું- દેશ માટે ગૌરવની ક્ષણ

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

શા માટે ચંદ્રયાન-3 અલગ છે

ચંદ્રયાન-3 ભારત દ્વારા 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર માત્ર 14 દિવસ કામ કરશે. ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રની સપાટીના ફોટો પણ મોકલી રહ્યા છે. આ સાથે ચંદ્રયાન 3 ત્યાંના વાતાવરણ, ખનિજો અને માટી સંબંધિત માહિતી એકત્ર કરશે. ચંદ્રયાન 3નો ધ્યેય ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરવાનો છે.

જો ભારત તેના ચંદ્રયાન-3 મિશનમાં સફળ થાય છે, તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાના તેના અગાઉના પ્રયાસની નિષ્ફળતામાંથી મોટી પુનઃપ્રાપ્તિ હશે. ભારતના ચંદ્રયાન 3ના એકલા ઉતરાણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.જો ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ઉતરશે તો ભારત વિશ્વમાં ઈતિહાસ રચશે.

ચંદ્રયાન-3 નો કુલ ખર્ચ

ચંદ્રયાન-3 મિશનનો કુલ ખર્ચ કેટલો છે ? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચંદ્રયાન-3ની તૈયારીમાં લગભગ 615 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન 3નું બજેટ લગભગ 615 કરોડ છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી ઓછું છે. આપણા દેશમાં આદિપુરુષ ફિલ્મનું બજેટ આના કરતાં વધુ હતું. જ્યાં આદિપુરુષ 700 કરોડમાં બન્યું હતું ત્યાં ચંદ્રયાન 615 કરોડમાં પૂર્ણ થયું છે. આ દૃષ્ટિકોણથી, ઇસરોએ આ ચંદ્રયાન-3 બનાવ્યું છે જે ખૂબ જ મર્યાદિત બજેટમાં દેશને ગૌરવ અપાવે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article