Corona Update : કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા, કેન્દ્રએ રાજ્યોને મુસાફરોનું ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવા આપ્યા નિર્દેશ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ હતુ કે, વિઝા પ્રતિબંધોમાં છૂટછાટ અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને કારણે દેશના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.

Corona Update : કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા, કેન્દ્રએ રાજ્યોને મુસાફરોનું ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવા આપ્યા નિર્દેશ
Covid 19 New Variant
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:24 AM

Corona Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સ્ક્રિનિંગ અને ટેસ્ટ (Corona Test) પરીક્ષણ શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. આ દેશોમાં નવા કોરોના વેરિયન્ટ 8.1.1529 ના ઘણા કેસ નોંધાયા છે. જેમાં મ્યુટન્ટ હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા આ વેરિયન્ટને (Corona New Variant) ખતરનાક ગણાવ્યો છે.

NCDCના જણાવ્યા મુજબ, આ નવા વેરિયન્ટના બોત્સવાનામાં 3 કેસ, દક્ષિણ આફ્રિકા 6 કેસ અને હોંગકોંગ 1 કેસ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, આ વેરિયન્ટને 8.1.152 નામ આપવામાં આવ્યુ છે. આ વેરિઅન્ટ તદ્દન મ્યુટન્ટ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan) કહ્યું કે, વિઝા પ્રતિબંધોમાં છૂટછાટ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી દેશના જાહેર આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે.

આ દેશમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે

અહેવાલો અનુસાર, ભારતમાં જિનોમ સિક્વન્સિંગ દેશમાં SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અને NCDC દ્વારા આ નવા વેરિયન્ટ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જે INSACOGની નોડલ એજન્સી છે. તેનો હેતુ કોવિડ 19ના ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ના ટ્રાન્સમિશનને ટ્રેક અને મોનિટર કરવાનો છે.

દેશમાં સિક્વન્સિંગ માટે કેટલી લેબ છે ?

INSACOG પાસે 10 સેન્ટ્રલ લેબ અને 28 પ્રાદેશિક લેબ છે. તેઓ વેરિયન્ટ ઓફ કન્સર્ન અને ઈન્ટ્રેસ્ટ માટે પોઝિટિવ સેમ્પલનુ (Positive Sample) સિક્વન્સિંગ કરી રહ્યા છે. જેથી નવો વેરિયન્ટ શોધીને સમયસર નિવારક પગલાં લઈ શકાય.

કેન્દ્રએ રાજ્યોને આ નિર્દશ કર્યા

નવા વેરિયન્ટને દહેશતને પગલે આરોગ્ય સચિવ ભૂષણે રાજ્યોને પોઝિટિવ જોવા મળેલા મુસાફરોના સેમ્પલ તાત્કાલિક INSACOG ની લેબમાં મોકલવામાં આવે તેવા નિર્દશ કર્યા છે. સાથે જ આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે. નવા વેરિયન્ટને પગલે હાલ દેશમાં ચિંતા વધી છે.

 

આ પણ વાંચો: Pune : સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા પૂણેની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો: Uttar Pradesh: કાનપુર પ્રવાસ પર રાષ્ટ્રપતિ કોવિંદની સુરક્ષામાં મોટી ચૂક ! સોશિયલ મીડિયા પર સિક્યોરિટી પ્લાન થયો લીક, ADCP ટ્રાફિક કરશે તપાસ

Published On - 8:24 am, Fri, 26 November 21