આર વેંકટરામાણી ભારતના નવા એર્ટની જનરલ, 1 ઓક્ટોબરથી સંભાળશે કાર્યકાળ

|

Sep 28, 2022 | 10:41 PM

ભારતના નવા એટર્ની જનરલ તરીકે કાર્યભાર સંભાળનાર આર.કે. વેંકટરામણી 1977માં તમિલનાડુ બાર કાઉન્સિલમાં જોડાયા હતા અને 1979માં તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પીપી રાવની ચેમ્બરમાં જોડાયા હતા.

આર વેંકટરામાણી ભારતના નવા એર્ટની જનરલ, 1 ઓક્ટોબરથી સંભાળશે કાર્યકાળ
Centre appoints R Venkataramani as the new attorney general
Image Credit source: File Image

Follow us on

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) વરિષ્ઠ વકીલ આર. વેંકટરામાણીને (R Venkataraman) ભારતના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. બુધવારે કાયદા મંત્રાલયે કહ્યું કે તેમના નામને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. તેમને ત્રણ વર્ષ માટે એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ 1 ઓક્ટોબરથી તેમનો કાર્યકાળ સંભાળશે. તેઓ વર્તમાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલનું સ્થાન લેશે. આ પહેલા કેન્દ્ર સરકારે મુકુલ રોહતગીને ફરી એકવાર એટર્ની જનરલનું પદ સંભાળવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે તેનો ઈનકાર કરી દીધો હતો. આ પછી રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ પદ માટે આર.કે. વેંકટરામાણીની પસંદગી કરી છે.

વરિષ્ઠ વકીલ વેંકટરામણી છેલ્લા 42 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ છે જેમણે ઘણા મહત્વપૂર્ણ કેસોની વકીલાત કરી છે અને ઘણા કેસ જીત્યા છે. ભારતના નવા એટર્ની જનરલ તરીકે કાર્યભાર સંભાળનાર આર.કે. વેંકટરામણી 1977માં તમિલનાડુ બાર કાઉન્સિલમાં જોડાયા હતા અને 1979માં તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પીપી રાવની ચેમ્બરમાં જોડાયા હતા. લોટ્રેન્ડના જણાવ્યા અનુસાર તેમણે 1982માં સુપ્રીમ કોર્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1997માં તેઓ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા.

કાયદાના ઘણા ક્ષેત્રોમાં કરી પ્રેક્ટિસ

તે પછી આર. વેંકટરામણીની 2010માં લો કમિશનમાં નિમણૂક કરવામાં આવી હતી અને 2013માં તેઓ ફરી એકવાર લો કમિશનમાં ચૂંટાયા હતા. તેમણે બંધારણીય કાયદો, આર્બિટ્રેશન કાયદો, પરોક્ષ કર કાયદો, કોર્પોરેટ અને સિક્યોરિટીઝ કાયદો, પર્યાવરણ, શિક્ષણ, જમીન, ગુનાહિત, માનવ અધિકાર, ગ્રાહક અને સેવા કાયદો અને અન્ય ઘણી મહત્વપૂર્ણ બાબતો સહિત કાયદાના ઘણા ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી અને ઘણા મહત્વપૂર્ણ કેસોમાં વકીલાત કરીને જીત્યા છે.

2004થી 2010 સુધી કેન્દ્ર સરકારના વરિષ્ઠ વકીલ રહ્યા

આર. વેંકટરામણી અનેક રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ, કેન્દ્ર અને રાજ્ય PSU વતી વરિષ્ઠ વકીલ તરીકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં હાજર થયા છે. 2004 અને 2010ની વચ્ચે આર. વેંકટરામણીએ ભારત સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ વકીલ તરીકે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તેમણે કોર્ટના કર્મચારીઓની સેવાની શરતોને લગતી બાબતોમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ તરીકે પણ કામ કર્યું છે.

Published On - 10:38 pm, Wed, 28 September 22

Next Article