કોરોના મહામારી (Corona Virus)ને કારણે નોકરી ગુમાવનારાઓ માટે કેન્દ્ર સરકારે રાહતના સમાચાર આપ્યા છે. લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા લોકોને પણ સરકાર વર્ષ 2022 સુધી PFમાંથી નાણાં આપશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે સરકાર કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનારા તમામ લોકોના EPFO ખાતામાં 2022 સુધી પીએફ શેર જમા કરશે.
નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એ તમામ લોકોને આ સુવિધાનો લાભ મળશે, જેઓ EPFOમાં નોંધાયેલા હશે. નોકરી ગુમાવનારા લોકોના પીએફ ખાતામાં કેન્દ્ર સરકાર કર્મચારીનો હિસ્સો ફાળવશે એટલું જ નહીં, એમ્પ્લોયર કંપની તરફથી આપવામાં આવતો હિસ્સો પણ કેન્દ્ર સરકાર દ્વારા જ આપવામાં આવશે.
Central govt will pay the PF share of the employer as well as the employee till 2022 for people who lost their job but again called back to work in small scale jobs in the formal sector whose units are registered in EPFO: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/9fDXzLdBSC
— ANI (@ANI) August 21, 2021
આ 2 વસ્તુઓ મહત્વની છે
વર્ષ 2022 સુધી પીએફના યોગદાન માટે 2 વસ્તુઓ જરૂરી રહેશે. પ્રથમ યુનિટનું EPFOમાં રજીસ્ટ્રેશન થયેલુ હોવું જોઈએ અને કર્મચારીનું ફરીથી કોઈ સંગઠિત ક્ષેત્રમાં કોઈપણ કામમાં જોડાવું. આ સંદર્ભે નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધીમાં એમ્પ્લોયર તેમજ કર્મચારીનો પીએફ હિસ્સો તે તમામ લોકો માટે ચૂકવવામાં આવશે, જેમણે નોકરી ગુમાવી હતી પરંતુ બાદમાં તેમને નાનાપાયે પણ ઔપચારિક ક્ષેત્રની નોકરીઓમાં ફરીથી કામ કરવા માટે બોલાવવામાં આવ્યા હોવા જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ યુનિટોની EPFOમાં નોંધણી થયેલી હશે તો જ આ લાભ મળી શક્શે.
સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ આ જાહેરાત કરવામાં આવી હતી
કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY Scheme) હેઠળ કર્મચારીઓને 30 જૂન 2021 સુધી પીએફ યોગદાન ચૂકવવાની જાહેરાત કરી હતી. 30 જૂને તેની મર્યાદા સમાપ્ત થવાના એક દિવસ પહેલા 29 જૂને સરકારે આ યોજના (Aatmanirbhar Bharat Rozgar Yojana Deadline)ની સમયમર્યાદા 30 જૂનથી વધારીને આવતા વર્ષ સુધી એટલે કે માર્ચ 2022 કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્ર સરકાર વતી આ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના રોજગાર ધરાવતા લોકો માટે છે, પરંતુ આજે 21 ઓગસ્ટના રોજ નાણામંત્રીએ કહ્યું છે કે જે લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે, પરંતુ કામ પર પાછા ફર્યા છે, તે લોકોને પણ આ યોજના હેઠળ સમાવવામાં આવશે.
ડિસેમ્બર 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી
સાથે જ તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટે ગત વર્ષે ડિસેમ્બરમાં ABRY યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ કર્મચારીઓના ફરજિયાત પ્રોવિડન્ટ ફંડ યોગદાન ચૂકવવા ઉપરાંત, સરકાર બે વર્ષ માટે નવી નિમણૂકો પર એમ્પ્લોયરનું યોગદાન પણ ચૂકવશે. કેન્દ્રીય મંત્રાલય કોરોના મહામારી વચ્ચે દેશમાં નવી નિમણૂકોને પ્રોત્સાહિત કરવા માટે આ યોજનાની સમયમર્યાદા વધારવાની તૈયારી કરી રહ્યું હતું અને અંતે તેની વિચાર પર અમલ કરવામાં આવ્યો.
આ પણ વાંચો : હવે આ બેંન્ક આપશે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા, જેટલી વખત તમે ઇચ્છો તેટલી વખત ઉપાડો પૈસા