કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે કરી બેઠક, મતદાર યાદી સુધારવા, ફરિયાદોનું નિરાકરણ કરવા આપી સૂચના

|

Nov 23, 2021 | 6:39 PM

બેઠકમાં મતદારોની પહોંચ વધારવાના કાર્યક્રમને લગતા વિવિધ વિષય આધારિત મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે કરી બેઠક, મતદાર યાદી સુધારવા, ફરિયાદોનું નિરાકરણ કરવા આપી સૂચના
ECI Meeting

Follow us on

કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) સોમવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારી(Chief Electoral Officer)ઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં મતદાર યાદી, મતદાન મથકો, ચાલુ વિશેષ કેસની સમીક્ષા, IT એપ્લિકેશન્સ, નિયત સમયગાળામાં ફરિયાદોનું નિરાકરણ, EVM/VVPATs, મતદાન સ્ટાફ, મીડિયા અને સંચારની તાલીમ અને આયોજન સહિતના મુદ્દે ચર્ચા અને સૂચનો કર્યા હતા. બેઠકમાં મતદારો(Voters)ના ફરિયાદોના નિવારણ પર જોર આપવામાં આવ્યુ હતુ.

મતદારોને ખાતરી અપાવવા સૂચન
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સુશીલ ચંદ્રાએ તેમના સંબોધનમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની કાર્યક્ષમતા અને સક્રિયતાના મહત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે તેઓ તમામ રાજ્યોમાં પંચનું પ્રતિનિધિત્વ કરે છે.તેમણે મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીની શુદ્ધતા સુનિશ્ચિત કરવા, લઘુત્તમ સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તમામ મતદાન મથકો પર મતદારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.

ફરિયાદોનો નિકાલ કરવા સલાહ
સુશીલ ચંદ્રાએ મુખ્ય ચૂંટણી અધિકારીઓને તમામ પડતર અરજીઓ, ખાસ કરીને મતદાર નોંધણી સંબંધિત અરજીઓને ઝડપથી નિકાલ કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ કે મતદારોને વાસ્તવમાં વધુ સારો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવા જોઈએ.

રાજકીય પક્ષો સાથે નિયમિત વાતચીત કરવા સલાહ
સુશીલ ચંદ્રાએ સંબોધનમાં કહ્યુ કે, ”મુખ્ય ચૂંટણી અધિકારીઓએ નિયમિતપણે રાજકીય પક્ષો સાથે વાતચીત કરવી જોઈએ જેથી તેમની ફરિયાદો, જો કોઈ હોય, તો તેનું નિરાકરણ લાવી શકાય.”

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

નવી પહેલ, સારી કામગીરી માટે આહ્વાન
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓને મીડિયા અને લોકો સુધી પહોંચીને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ માટે નવી પહેલ અને વધુ સારી કામગીરી વિશે માહિતી આપવી જોઈએ. તેમણે કહ્યુ કે, ચૂંટણીનું કાનૂની અને નિયમનકારી માળખું ખૂબ જ મજબૂત છે, જો કે, કમિશનના વિવિધ નિર્દેશોને જમીની સ્તરે લાગુ કરવા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે મુખ્ય ચૂંટણી અધિકારીઓને કહ્યું કે તેઓએ નવેસરથી વિચારવું જોઈએ, વધુ સક્રિય રહેવું જોઈએ અને એકબીજાની સારી પ્રથાઓ અને પડકારોમાંથી શીખવું જોઈએ.

સાચી માહિતી મીડિયા સુધી પહોંચાડવા સૂચન
સુશીલ ચંદ્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી અધિકારીએ ખાતરી કરવી જોઈએ કે સાચી માહિતી અને તથ્યો નિયમિતપણે સ્થાનિક મીડિયા સાથે શેર કરવામાં આવે છે, જેથી મહત્તમ સંખ્યામાં લોકો સુધી પહોંચી શકાય.

ગઈકાલે કોન્ફરન્સ દરમિયાન, ચૂંટણી પંચે ‘ચૂંટણી કાયદા પર કેસોનું સંકલન’ બહાર પાડ્યું હતું. SVEEP પ્રવૃત્તિઓ વિશે મલ્ટી-મીડિયા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ફોટો મતદાર યાદી 2020ની વિશેષ સમીક્ષા વિશે હતું. તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ બધા ઉપરાંત, વિવિધ ઓડિયો-વિઝ્યુઅલ કમ્પોઝિશન, પ્રિન્ટ જાહેરાતો અને રાજ્યના દિગ્ગજ નેતાઓના ફોટો સંદેશાઓ પણ મતદાર યાદી 2022માં સામેલ કરવામાં આવ્યા હતા.

આ પરિષદમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ, વરિષ્ઠ DECs, DECs, DGs અને પંચના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : SURENDRANAGAR : લીંબડી-રાણપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

આ પણ વાંચો : મંજૂરી વગર વૃક્ષો કેમ કાપ્યા ? : વેરાવળમાં 1200 વૃક્ષોના નિકંદન મામલે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી

Next Article