કેન્દ્રએ રાજ્યોને કર્યો નિર્દેશ, આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનના સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરો

|

Jan 07, 2022 | 9:23 PM

દર્દીઓના બેડમાં ઓક્સિજનનો પ્રવાહ નિર્ધારિત ધોરણો મુજબ છે કે કેમ તેની ખાતરી કરવા માટે રાજ્યોને PSA પ્લાન્ટ્સની મોક ડ્રીલ હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે.

કેન્દ્રએ રાજ્યોને કર્યો નિર્દેશ, આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનના સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરો
Symbolic Image

Follow us on

સમગ્ર દેશમાં કોવિડ-19 કેસ (Covid-19 case)ની વધતી સંખ્યાને કારણે ઊભા થયેલા પડકારને રેખાંકિત કરતાં કેન્દ્રએ શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યોની પ્રાથમિક જવાબદારી (Primary responsibility) છે કે તે સુનિશ્ચિત કરે કે તમામ આરોગ્ય સુવિધા (Health facility) ઓમાં ઓક્સિજનના તમામ સાધનો યોગ્ય રીતે કાર્ય કરે છે અને કોઈપણ કટોકટીના સમયમાં ઉપયોગ માટે તૈયાર છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ શુક્રવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. જેમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા વેન્ટિલેટર, PSA, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર સહિતના વિવિધ સાધનો અંગેની તૈયારીઓની સમીક્ષા કરી.

PSA પ્લાન્ટ્સની મોક ડ્રીલ હાથ ધરવી

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર દર્દીઓના બેડમાં ઓક્સિજનનો પ્રવાહ નિર્ધારિત ધોરણો મુજબ છે તેની ખાતરી કરવા માટે રાજ્યોને PSA (Pressure swing adsorption) પ્લાન્ટ્સની મોક ડ્રીલ હાથ ધરવા પણ વિનંતી કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

PSA પ્લાન્ટ સ્થાપવાનું મોનિટરિંગ

આ સિવાય રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ઓક્સિજન ફ્લો મીટર કાર્યકારી સ્થિતિમાં રહે. રાજ્યોને ખાનગી અને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં PSA (Pressure swing adsorption) પ્લાન્ટની સ્થાપના પર દેખરેખ રાખવા પણ કહેવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યોએ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે અપાયેલા વેન્ટિલેટર ઝડપથી સ્થાપિત થાય અને ફાળવેલ વિસ્તારની આરોગ્ય સુવિધાઓમાં કાર્યરત થાય.

મહત્વનું છે કે શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3 લાખથી વધુ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,17,100 નવા કોવિડ કેસ નોંધાયા છે.જ્યારે 30,836 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. બીજી તરફ, જો આપણે ઓમિક્રોન કેસની વાત કરીએ, તો દેશમાં આ વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા વધીને 3,007 થઈ ગઈ છે, જ્યારે ઓમિક્રોનથી અત્યાર સુધીમાં 1,199 લોકો સાજા થયા છે.

જેથી કોરોનાનું સંકટ વધતા કેન્દ્રએ હવે તમામ રાજ્યોને આરોગ્ય સુવિધાઓની ખાતરી કરવા કહ્યુ છે.

 

આ પણ વાંચોઃ Mumbai Police: મુંબઈ પોલીસ પર પણ કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 93 પોલીસકર્મીઓ કોવિડ પોઝિટિવ

આ પણ વાંચોઃ ઓક્સીજન ઇન્ફ્રાસ્ટ્રકચરની તૈયારીઓને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે કરી સમીક્ષા, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કરી આ વાત

Next Article