CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat), તેમની પત્ની અને અન્ય 11 જવાનોના પાર્થિવ દેહને લઈ જતું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટના મેટ્ટાપલયમ નજીક બુર્લિયાર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાથે જ અકસ્માત બાદ અન્ય વાહનોને સ્થળ પર બોલાવી નશ્વરદેહ મોકલવામાં આવ્યો છે. તમિલનાડુમાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત Mi-સિરીઝના હેલિકોપ્ટરમાં (MI 17 Helicopter) કુલ 14 લોકો સવાર હતા.
તમિલનાડુના (Tamil Nadu) કુન્નુરમાં ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં (Helicopter Crash) સવાર તમામ લોકોના મૃતદેહને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા તમામ 13 મૃતદેહોને સુલુરથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સુલુરથી દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર એલએસ લિડર સહિત ચાર મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે આજે સાંજે પાલમ ટેકનિકલ વિસ્તારમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય કર્મચારીઓના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહી શકે છે.
આ પ્લેન સાંજે લગભગ 8:00 વાગે દિલ્હીમાં ઉતરશે. કહેવામાં આવ્યું છે કે તમામ મીડિયાકર્મીઓને સાંજે 7 વાગ્યા સુધીમાં એરફોર્સ સ્ટેશન પાલમના કુરિયર ગેટ પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. 7.15 વાગ્યા સુધીમાં દરવાજા બંધ કરી દેવામાં આવશે.
એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં તપાસ કરવામાં આવશે
સાથે જ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં પોતાના સંબોધનમાં આ જાણકારી આપી. સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતીય વાયુસેના દ્વારા ટ્રાઈ સર્વિસ ટીમને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેનું નેતૃત્વ એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ટ્રેનિંગ કમાન્ડ એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Air Marshal Manvendra Singh) કરશે.
રાજનાથ સિંહે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા છે.