CBSE Result 2021: વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, CBSE ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર

CBSE દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આજે બપોરે 12 વાગે CBSEની ઓફિશિયલ વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

CBSE Result 2021: વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, CBSE ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર
cbse standard 10 result will be announced soon
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:06 PM

આજે CBSE ધોરણ 10નું પરિણામની રાહ જાઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો ટુંક સમયમાં અંત આવશે.આજે બપોરે 12 વાગે ઘોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટ (Official Website) પર જાહેર કરવામાં આવશે.

 

 

 

CBSE ધોરણ 10નું પરિણામ આજે બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. વિદ્યાર્થીઓએ પરિણામ તપાસવા માટે રોલ નંબર અને અન્ય માહિતી સબમિટ કરવાની રહેશે.

કોરોના મહામારીના (Corona) કારણે આ વખતે ધોરણ 10 અને 12 ની પરીક્ષા રદ કરવામાં આવી હતી.જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ રોલ નંબર સાથે એડમિટ કાર્ડ (Admit Card) મેળવી શક્યા નથી. આ માટે, પરિણામ પહેલા તમારો રોલ નંબર જાણવા માટે, CBSE એ તેની વેબસાઇટ પર લિંક એક્ટિવ કરવાની રહેશે. જ્યાંથી તમે તમારો રોલ નંબર જોઈ શકો છો.

જાણો રોલ નંબર કેવી રીતે મેળવશો

રોલ નંબર ડાઉનલોડ કરવા માટે, CBSE એ તેની વેબસાઇટ cbse.gov.in પર લિંક આપી છે. તેના પર ક્લિક કરવાથી એક અલગ વિન્ડો ખુલશે. જેમાં તમને સર્વર -1 અથવા સર્વર -2 પૂછવામાં આવશે. ત્યાર બાદ ક્લિક કર્યા પછી રોલ નંબર ફાઇન્ડર લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ વિન્ડોમાં માહિતી ભર્યા પછી, તમે તમારો રોલ નંબર જોઈને તેને ડાઉનલોડ કરી શકો છો.

 

આ પણ વાંચો: UPSC CDS-2 2021: સંયુક્ત સંરક્ષણ સેવાઓની પરીક્ષા માટે નોટિફિકેશન ટૂંક સમયમાં થશે જાહેર, જાણો અરજીની પ્રક્રિયા ક્યારે શરૂ થશે

આ પણ વાંચો: IGNOUએ જુલાઇ સત્રમાં પ્રવેશ અને રી-રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ લંબાવી, આ રીતે કરો અરજી

Published On - 10:51 am, Tue, 3 August 21