CBSE Board: મજૂરની દિકરીએ મેળવ્યા પાંચ વિષયમાં 100 ટકા માર્ક્સ, આઇએએસ બનવાનુ છે સપનુ

|

Aug 02, 2021 | 1:20 PM

CBSE Board : ઉત્તર પ્રદેશન મહોબા જિલ્લામાં બદેરા ગામમા રહેનારી અનસુઇયાએ સીબીએસસીની 12માં (Class 12) ધોરણની પરીક્ષામાં 600માંથી 599 અંક મેળવ્યા છે અને પાંચ વિષયમાં તેમના ટકા 100 છે.

CBSE Board: મજૂરની દિકરીએ મેળવ્યા પાંચ વિષયમાં 100 ટકા માર્ક્સ, આઇએએસ બનવાનુ છે સપનુ
સાંકેતિક તસ્વીર

Follow us on

CBSE Board : ઉત્તર પ્રદેશના (UP) બુંદેલખંડ ક્ષેત્રના એક અંતરિયાળ ગામમાં રતિ બાઇ અને તેમના પતિ લક્ષ્મી પ્રસાદ ખુશ છે કારણ કે તેમની નાની દિકરીએ 12માં ધોરણની પરીક્ષા પાસ કરી લીધી છે. પરંતુ તેમની શાનદાર ઉપલબ્ધિ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ઉત્તર પ્રદેશન મહોબા જિલ્લામાં બદેરા ગામમા રહેનારી અનસુઇયાએ સીબીએસસીની 12માં (Class 12) ધોરણની પરીક્ષામાં 600માંથી 599 અંક મેળવ્યા છે અને પાંચ વિષયમાં તેમના ટકા 100 છે.

હયુમેનિટીઝ વિષયની 18 વર્ષની વિધાર્થીએ રાજનીતી વિજ્ઞાનમાં 99 અંક અને અંગ્રેજી,ઇતિહાસ,ભૂગોળ,ચિત્રકલા તથા હિંદીમાં  100 અંક મેળવ્યા છે. અનસુઇયા 12મુ ધોરણ પાસ કરનારી પરિવારની પહેલી સભ્ય છે. તેમણે  કહ્યુ માપા માતા-પિતા ખુશ છે. પરંતુ તેમને એહસાસ નથી કે મારી ઉપલબ્ધિ કેટલી કિમતી છે. શહેરમાં માતા-પિતાને આને કિંમત ખબર હોય છે.

તેણે થોડા ઉદાસ અવાજે જણાવ્યુ કે ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોને પરીક્ષાના પરિણામ વિશે સાંભળ્યુ તેઓ ખુશ છે પરંતુ તેમને પરિણામનુ મહત્વ ખબર નથી પરંતુ જે છે તે આવુ જ છે. તેણે કહ્યુ પિતા ખેડૂત અને મજૂર છે જ્યારે માતા ગૃહિણી છે. તેમના ત્રણ ભાઇ એક મોટો ભાઇ અને બે મોટી બહેન છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અનસુઇયાએ કહ્યુ. મોટા ભાઇએ આઠમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પરિવારન આર્થિક મદદ કરવા માટે તેમણે અભ્યાસ છોડી દીધો અને મજૂરી કરવા લાગ્યા. મારી બહેનો શાળાએ નથી ગઇ. માત્ર નાનો ભાઇ ભણી રહ્યો છે.

અનુસુઇયાએ જણાવ્યુ કે અભ્યાસ સિવાય તે સ્કૂલની બાસ્કેટબૉલ ટીમ અને મ્યુઝિક બેન્ડ ટીમનો ભાગ છે. તેને ચિત્રકામ કરવુ પણ ગમે છે. તે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર જિલ્લામાં એક આવાસીય બોર્ડિંગ સ્કૂલ વિદ્યા જ્ઞાનથી અભ્યાસ કર્યો છે. તેમણે 10માં ધોરણની પરીક્ષામાં 98.2 ટકા અંક મેળવ્યા હતા. અનસુઇયાએ કહ્યુ કે હવે તેની ઇચ્છા દિલ્લી વિશ્વવિદ્યાલયથી સ્નાતક અને આઈએએસની (IAS) પરીક્ષા આપવાની છે.

તેણે કહ્યુ કે મને સ્કૂલ દરમિયાન ખબર પડી કે એક આઈએએસ અધિકારી મારા ગામ જેવા સ્થાનના વિકાસ માટે કામ કરી શકે છે જે અંતરિયાળ છે. આ રીતે કોઇપણ વ્યક્તિ સમાજને સારુ બનાવવા માટે જમીની સ્તર પર કામ કરી શકે છે. હુ આઈએએસ બનવા માટે યૂપીએસસીની(UPSC) તૈયારી કરીશ.

 

આ પણ વાંચો :ભારતીય વાયુસેનામાં 12 પાસ માટે બહાર પડી ભરતીઓ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :બમ્પર ભરતી! આ ખાનગી કંપની આ વર્ષે એક લાખ લોકોની કરશે ભરતી, જાણો વિગત

 

Next Article