
કોપી ચેકિંગ વિવાદ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મોટી જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓ માત્ર 100 રૂપિયામાં પોતાની આન્સર શીટ (ઉત્તરવહી) જોઈ શકે છે. જણાવી દઈએ કે, પહેલા આના માટે 700 રૂપિયા આપવા પડતા હતા. ખાસ વાત એ છે કે, કોઈ પ્રશ્નની ફરીથી તપાસ કરાવવા માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ફી રાખવામાં આવી છે.
સાથે જ શાળા શિક્ષણ સચિવ સંજય કુમાર અને સીબીએસઈ અધ્યક્ષ રાહુલ સિંહે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા ઓન-સ્ક્રીન માર્કિંગ સંબંધિત મુદ્દાઓ પર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઓન-સ્ક્રીન માર્કિંગ સ્કીમને લઈને બાળકોમાં ઘણી બેચેની અને પરેશાની છે. પાસ થવાની ટકાવારી ઘટી છે, એવું બાળકોને લાગી રહ્યું છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, આ પહેલીવાર નથી, વર્ષ 2014માં OSM (ઓન સ્ક્રીન માર્કિંગ) ની શરૂઆત કરવામાં આવી હતી.
#WATCH | Delhi: Sanjay Kumar, Secretary, Department of School Education and Literacy, says, “As you are aware, the Class 12 results recently declared by the CBSE were marked using an On-Screen Marking (OSM) system this time. Following this, certain concerns have been… pic.twitter.com/QPwjO6f8Oi
— ANI (@ANI) May 17, 2026
આ વર્ષે ફરીથી અમે તેને ઇન્ટ્રોડ્યુસ (શરૂ) કર્યું છે. OSM વિદેશોમાં પણ ટેક્નોલોજીના માધ્યમથી કરવામાં આવે છે, ઘણી જગ્યાઓ પર આ પ્રકારનું માર્કિંગ થાય છે. તેમણે જણાવ્યું કે, રીવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) ની જોગવાઈ હંમેશાથી CBSEમાં રહી છે, બાળકો કરાવી શકે છે. તેમણે કહ્યું ક, અમે પારદર્શિતા સાથે ચેક કરીશું. બાળકો અને વાલીઓની ચિંતા અમે સમજીએ છીએ.
CBSE ના જણાવ્યા અનુસાર, આ વખતે લગભગ 98 લાખ 66 હજાર ઉત્તરવહીઓની તપાસ ડિજિટલ માધ્યમથી કરવામાં આવી હતી. ઉત્તરવહીઓને પહેલા સ્કેન કરવામાં આવી અને પછી સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર પરીક્ષકોને મોકલવામાં આવી. બોર્ડનું કહેવું છે કે, આ પ્રક્રિયામાં ત્રણ સ્તરની સુરક્ષા રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય.
શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (Department of School Education and Literacy) ના સચિવ સંજય કુમારે જણાવ્યું કે, આ વખતે જ્યારે 12મા ધોરણની પરીક્ષાઓ યોજવામાં આવી, તો ઉત્તરવહીઓને સ્કેન કરીને તેની પીડીએફ નકલ બનાવવામાં આવી હતી. પરીક્ષા આપનારા 98 લાખ વિદ્યાર્થીઓની કુલ ઉત્તરવહીઓને સ્કેન કરવામાં આવી હતી અને સ્કેનિંગમાં ત્રણ સ્તરની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
બોર્ડના અધિકારીઓએ એ પણ સ્વીકાર્યું કે, લગભગ 13 હજાર કોપીઓમાં ઝાંખી શાહી અથવા સ્કેનિંગ સંબંધિત સમસ્યા સામે આવી હતી. આવી તમામ કોપીઓને અલગ કરીને ફરીથી મેન્યુઅલ (હાથથી) ચેકિંગ માટે મોકલવામાં આવી, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય.
CBSE એ કહ્યું કે, ઓન સ્ક્રીન માર્કિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે, ટોટલિંગ અને માર્ક્સ ઉમેરવામાં થતી હ્યુમન એરર લગભગ ખતમ થઈ જાય છે. ડિજિટલ સિસ્ટમ દ્વારા સ્ટેપ-બાય-સ્ટેપ માર્કિંગ રેકોર્ડ રહે છે.
CBSE એ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણ અંગે શંકા હોય, તો તે પોતાની ઉત્તરવહીની સ્કેન કોપી જોઈ શકે છે. આના માટે વિદ્યાર્થીઓએ નક્કી કરેલી ફી જમા કરાવવાની રહેશે. બોર્ડના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ ઉત્તરવહી જોવા, ગુણની ચકાસણી કરાવવા અને ચોક્કસ પ્રશ્નોના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકે છે.