લિકર એક્સાઇઝ કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, સિસોદિયા સહિત 13 આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે સીબીઆઈના દુરપયોગ અંગે કરેલ નિવેદનનો વીડિયો ટ્ટવીટ કરી મનીષ સિસોદીયાએ કહ્યુ કે, "તમારી ઝડપથી તો પવન પણ હેરાન છે"

લિકર એક્સાઇઝ કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, સિસોદિયા સહિત 13 આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર
Manish Sisodia (File Photo)
| Edited By: | Updated on: Aug 21, 2022 | 10:14 AM

દિલ્લી લિકર એક્સાઇઝ પોલિસી (Liquor Excise Policy) કેસમાં CBIએ વધુ એક કાર્યવાહી કરી છે. સીબીઆઈએ મનીષ સિસોદિયા (Manish Sisodia) સહિત 13 લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર (lookout circular) જાહેર કર્યો છે. આનો અર્થ એ છે કે સિસોદિયા અને અન્ય 13 લોકો દેશ છોડી શકતા નથી. આ પહેલા સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં તેમની પાસેથી દારૂની નીતિને લઈને લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્લી એક્સાઇઝ પોલિસીના અમલ દરમિયાન ભ્રષ્ટાચારના કથિત મામલામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે આ કેસમાં તપાસ શરૂ કરી અને ત્રણ આરોપીઓના નિવેદનો નોંધ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત 31 સ્થળોએ પાડેલા દરોડા દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મનીષ સિસોદિયા સહિત 15 લોકોના નામ છે. આમાંથી ત્રણ આરોપીઓને સીબીઆઈ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓને પણ સમન્સ મોકલવાની તૈયારી ચાલી રહી છે.

દરોડા દરમિયાન નાણાકીય વ્યવહારોના દસ્તાવેજોના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ 12 કલાકની પૂછપરછ બાદ આરોપીઓને ઘરે જવા દેવામાં આવ્યા અને તેમાંથી કેટલાકને પૂછપરછ માટે ફરીથી બોલાવવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સાથે બેંક વ્યવહારોની તપાસ પૂર્ણ થયા બાદ અન્ય આરોપીઓને પણ સમન્સ મોકલવામાં આવશે. બુધવારે વિશેષ અદાલત સમક્ષ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરની નકલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સાથે પણ શેર કરવામાં આવી રહી છે, જે મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરશે.

સિસોદિયાના નજીકના સાથીઓએ કરોડો રૂપિયા ચૂકવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સીબીઆઈએ સિસોદિયાના નિવાસસ્થાન તેમજ કેટલાક નોકરિયાતો અને ઉદ્યોગપતિઓના સ્થાનો સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) એ દરોડાની નિંદા કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે એજન્સીને તેમના પક્ષના નેતાઓને હેરાન કરવા ઉપરથી સૂચના આપવામાં આવી છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હી સરકારને એક્સાઇઝ નીતિ પર સ્વચ્છ રહેવાનો પડકાર ફેંક્યો. સીબીઆઈ ઈન્ડોસ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રુ દ્વારા સિસોદિયાના નજીકના સહયોગીઓને કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઓછામાં ઓછી બે ચૂકવણીની તપાસ કરી રહી છે. મહેન્દ્રુ દારૂના વેપારી છે અને તે તે દારૂના વેપારીઓમાંનો એક છે જેઓ એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓમાં સક્રિયપણે સામેલ હતા.

સિસોદિયાએ આજે ​​સવારે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું હતું. સિસોદિયોએ લખ્યું- મંજૂર છે કે ધીમે ધીમે ઋતુઓ પણ બદલાતી રહે છે, પવન પણ તમારી ગતિથી આશ્ચર્યચકિત થાય છે, સર.

Published On - 8:36 am, Sun, 21 August 22