સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation) દ્વારા ચાલુ કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના (Karti Chidambaram) ઘણા સ્થળો (નિવાસસ્થાન અને કાર્યાલય) પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમની ઓફિસે ન્યૂઝ એજન્સી ANIને આ જાણકારી આપી છે. મળતી માહિતી મુજબ તેમના ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈ સહિત નવ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુના શિવગંગાથી કોંગ્રેસના સાંસદ છે. તેમની સામે ચાલી રહેલા કેસમાં CBIએ આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ 2010-2014 વચ્ચે કથિત વિદેશી ભંડોળને લઈને કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે.
કાર્તિ ચિદમ્બરમ સામે અનેક મામલામાં તપાસ ચાલી રહી છે. આમાંથી એક કેસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) સાથે પણ સંબંધિત છે. 305 કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે INX મીડિયાને FIPBની મંજૂરી સંબંધિત ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યો છે. એક મીડિયા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, CBIએ મંગળવારે સવારે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. જે ચેન્નાઈમાં 3, મુંબઈમાં 3, કર્ણાટકમાં 1, પંજાબમાં 1 અને ઓડિશામાં 1 સ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે જ સમયે, CBI સૂત્રોને ટાંકીને અહેવાલમાં લખવામાં આવ્યો છે કે, કાર્તિએ સાબૂ નામના વ્યક્તિ પાસેથી કથિત રીતે 50 લાખ રૂપિયા લીધા હતા.
Tamil Nadu | Police presence at Congress leader P Chidambaram’s residence in Chennai as CBI searches multiple locations of his son Karti Chidambaram in connection with an ongoing case pic.twitter.com/LQIv9LdCHX
— ANI (@ANI) May 17, 2022
આ પહેલીવાર નથી કે જ્યારે તેમની જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હોય. અગાઉ 2019માં પણ સીબીઆઈએ વિદેશી ભંડોળ લેવા માટે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડની મંજૂરી સાથે સંબંધિત કેસમાં કાર્તિ ચિદમ્બરમના 16 સ્થળોની શોધ કરી હતી. આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે. CBIની કાર્યવાહીને લઈને કાર્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું ગણતરી ભૂલી ગયો છું, આવું કેટલી વાર થયું છે? રેકોર્ડ હોવો જોઈએ.
કેન્દ્રીય તપાસ બ્યુરોએ 15મે 2017ના રોજ મીડિયા કંપની INX મીડિયા વિરુદ્ધ FIR નોંધી હતી. મીડિયા ગ્રૂપ પર રૂપિયા 305 કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીમાં વિવિધ અનિયમિતતાઓનો આરોપ છે. તે જાણીતું છે કે વર્ષ 2007માં જ્યારે કંપનીને રોકાણ માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા.
Published On - 9:13 am, Tue, 17 May 22