VIDEO : લગ્નમાં DJ ના તાલે ડાન્સ કરી રહેલા જાનૈયાઓને બેકાબુ કારે અડફેટે લીધા, એકનું મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત

દારૂના નશામાં સ્કોર્પિયોના ચાલકે DJના તાલ પર નાચતા જાનૈયાઓ પર કાર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં બેન્ડના એક સભ્યનું ઘટનાસ્થળે જ મોત થયુ.

VIDEO : લગ્નમાં DJ ના તાલે ડાન્સ કરી રહેલા જાનૈયાઓને બેકાબુ કારે અડફેટે લીધા, એકનું મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
Accident in marriage function
| Edited By: | Updated on: Feb 13, 2023 | 7:45 AM

લગ્નમાં રસ્તા પર ડાન્સ કરવો કેટલો ખતરનાક હોઈ શકે છે, તે ઉતરાખંડના હરિદ્વારની આ ઘટના બતાવે છે. બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે DJ ના તાલ પર પર રોડ પર ડાન્સ કરી રહેલા જાનૈયાઓને એક બેકાબુ કારે અડફેટે લીધા હતા. કારની સ્પીડ એટલી ઝડપી હતી કે જાનૈયાઓને અડફેટે લીધા બાદ પણ કાર રોકાઈ નહી. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું, જ્યારે 31 જાનૈયાઓ ઘાયલ થયા હતા.

અકસ્માત બાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ કારનો કબજો લઈને ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.જાનૈયાઓને કચડી નાખતી કારનો આ વીડિયો એક મોબાઈલમાં કેદ થયો છે.

જુઓ વીડિયો

 દારૂના નશામાં હતો કાર ચાલક !

માહિતી મુજબ આ કાર ચાલક બિજનૌરમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને સહારનપુર પરત ફરી રહ્યો હતો,તે દરમિયાન આ અકસ્માત થયો. સ્કોર્પિયો કારમાં 5 લોકો સવાર હતા. પાંચેય લોકોએ દારૂ પીધો હોવાનુ જાણવા મળીા રહ્યુ છે. આ અકસ્માત બાદ લોકોએ કારમાં સવારને માર માર્યો હતો.જેમાંથી ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ પોલીસે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

Published On - 7:06 am, Mon, 13 February 23