કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસને અહીં સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસે અહીં 136 સીટો જીતી છે અને ભારતીય જનતા પાર્ટીએ 66 બેઠકો પર જીત મેળવી છે. જો જેડીએસની વાત કરીએ તો તેને 19 સીટો મળી છે. આ સાથે ચાર બેઠકો અન્યના ખાતામાં ગઈ છે. 16 બેઠકો એવી છે કે જેના પર જીતનું માર્જિન પચાસ હજાર કે તેથી વધુ છે.
આ પણ વાંચો: Amazon અને Flipkart હવે નહીં વેચી શકે આ પ્રોડક્ટ, જાણો સરકારે શા માટે આપ્યો આ આદેશ ?
આ સાથે જ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કર્ણાટકમાં સૌથી મોટી જીત નોંધાવી છે. બીજી તરફ સૌથી નાની જીતની વાત કરીએ તો તે ગાંધીનગર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ગુંડુ રાવના નામે છે. તેમણે માત્ર 105 મતોથી બેઠક જીતી હતી. અમે તમને કર્ણાટકની જીતના પાંચ સૌથી મોટા અને નાના માર્જિન વિશે જણાવી રહ્યા છીએ.
કર્ણાટકના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. જો સૌથી મોટા માર્જિનથી જીત અને હારની વાત કરીએ તો રાજ્યમાં 16 બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન પચાસ હજાર કે તેથી વધુ હતું. જેમાંથી કોંગ્રેસે 11 અને ભાજપને 5 બેઠકો મળી છે. આ સાથે લક્ષ્મણ સાઉદી પણ મોટી જીત મેળવનારા કોંગ્રેસના ઉમેદવારોમાં સામેલ છે, જેમની ટિકિટ આ વખતે ભાજપે કાપી હતી.
વિધાનસભા સીટ | વિજેતા ઉમેદવાર | પાર્ટી | જીતનું અંતર | કોને હરાવ્યા | પાર્ટી |
કનકપુરા | ડીકે શિવકુમાર | કોંગ્રેસ | 1,22,392 | કે.બી નાગરાજ | જેડીએસ |
ચિક્કોડી-સગાલ્દા | ગણેશ પ્રકાશ | કોંગ્રેસ | 78,509 | કટ્ટી રમેશ વિશ્વનાથ | ભાજપ |
અઠાની | લક્ષ્મણ સાંગપ્પા | કોંગ્રેસ | 76,122 | મહેશ ઈરેગૌડા કુમાથલ્લી | ભાજપ |
યેલહાંકા | એસઆર વિશ્વનાથ | ભાજપ | 64,110 | કેશવ રજન્ના બી | કોંગ્રેસ |
કોલેગલ | એ.આર કૃષ્ણામૂર્તિ | કોંગ્રેસ | 59,519 | એન. મહેશ | ભાજપ |
બીજી તરફ કર્ણાટકમાં સૌથી નાની જીતની વાત કરીએ તો જયાનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર સીકે રામામૂર્તિ માત્ર 16 વોટથી જીત્યા હતા. આ પછી ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ગુંડુ રાવ 105 મતોથી જીત્યા હતા. રાજ્યમાં આઠ બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન એક હજાર મતથી ઓછું હતું. આ આઠ બેઠકોમાંથી પાંચ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી અને ત્રણ બેઠકો ભાજપના ઉમેદવારોએ જીતી હતી.
વિધાનસભા સીટ | વિજેતા ઉમેદવાર | પાર્ટી | જીતનું અંતર | કોને હરાવ્યા | પાર્ટી |
જયાનગર | સીકે રામમૂર્તિ | ભાજપ | 16 |
સૌમ્યા રેડ્ડી |
કોંગ્રેસ |
ગાંધીનગર |
દિનેશ ગુંડુ રાવ |
કોંગ્રેસ |
105 |
સપ્તગિરિ ગૌડા એ. આર | ભાજપ |
શ્રંગેરી |
ટીડી રાજગૌડા |
કોંગ્રેસ | 201 |
ડીએન જીવરાજ |
ભાજપ |
માલૂર | કેવાઈ નાનજેગૌડા | કોંગ્રેસ | 248 | કેએસ મંજૂનાથગૌડા | ભાજપ |
કુમ્તા |
દિનકર કેશવ શેટ્ટી |
ભાજપ | 676 | સૂરજ નાઈક સોની | જેડીએસ |