AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

આધાર કાર્ડ(AADHAAR CARD) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકી એક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફીક અને બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવે છે.

AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ
AADHAAR CARD
| Edited By: | Updated on: Jan 22, 2021 | 11:58 AM

આધાર કાર્ડ(AADHAAR CARD) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકી એક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફીક અને બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવે છે. UIDAI પાસે તમારી જાતિ, ધર્મ, શિક્ષણ, કુટુંબ, બેંક ખાતું, મ્યુચ્યુઅલ ફંડ્સ, મિલકત અને આરોગ્ય સાથે સંબંધિત કોઈ ડેટા નથી.

આપણે બધા લોકોને ખબર છે કે આધારકાર્ડનો ઉપયોગ ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થાય છે. આ સિવાય બીજા પણ ઘણા કામ માટે માટે આધારકાર્ડ જરૂરી બની ગયું છે.

ઘણા લોકોને આધારકાર્ડ વિશે અનેક પ્રકારના પ્રશ્નો હોય છે. આવો જ એક સવાલ એ છે કે જો કોઈ આધારકાર્ડ ન હોય તો ગરીબોને પેન્શન (PENSION) અને રાશન(RATION) જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત કરે છે.

યુઆઈડીએઆઈ અનુસાર, જો કોઈની પાસે આધારકાર્ડ નથી તો તેને પેન્શન અને રાશન જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત કરી શકાય નહીં. આવી સ્થિતિમાં આધારની જગ્યાએ અન્ય સરકારી દસ્તાવેજો દ્વારા તેની સત્યતા જાણી શકાય છે. જો તમને કોઈ પણ વિભાગમાં આધારકાર્ડના અભાવે કોઈ સેવા નથી મળી રહી તો તો પછી તમે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો: એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા

Published On - 11:56 am, Fri, 22 January 21