શું 1 વર્ષ પછી પણ ઘરેલું હિંસા અધિનિયમની કલમ 12 હેઠળ અરજી દાખલ કરી શકાય ?? જાણો સુપ્રીમ કોર્ટનો નિર્ણય

|

Apr 14, 2022 | 5:58 PM

Supreme Court Of India : સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘરેલુ હિંસા કેસમાં કલમ 12 અરજી 1 વર્ષની અંદર દાખલ થવી જોઈએ, તે ખોટો છે.

શું 1 વર્ષ પછી પણ ઘરેલું હિંસા અધિનિયમની કલમ 12 હેઠળ અરજી દાખલ કરી શકાય ?? જાણો સુપ્રીમ કોર્ટનો નિર્ણય
Supreme Court of India (File Photo)

Follow us on

બુધવારે એટ્લે કે ગઇકાલે , સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) ચુકાદો આપ્યો હતો કે CrPCની કલમ 468 હેઠળ નિર્ધારિત મર્યાદાનો સમયગાળો ઘરેલું હિંસા અધિનિયમ 2005ના મહિલા સંરક્ષણની (Women’s safety) કલમ 12 માં પીડિત મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘરેલુ હિંસા કેસમાં કલમ 12 અરજી 1 વર્ષની અંદર દાખલ થવી જોઈએ, તે ખોટો છે. આ મામલામાં મહિલાએ સાસરાનું ઘર છોડ્યાના દસ વર્ષ બાદ કલમ 12 હેઠળ અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે કહ્યું કે CrPC ની કલમ 468 હેઠળ કાર્યવાહી પર પ્રતિબંધ છે અને તેને રદ કર્યો. જેની અપીલમાં, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સ્ટેન્ડ સાથે અસંમત હતો અને ચુકાદો આપ્યો હતો કે કલમ 12 ની અરજીને ગુનાના સંદર્ભમાં અરજી તરીકે ગણી શકાય નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટે વધુ અવલોકન કર્યું કે કાયદાની કલમ 12 હેઠળ અરજી દાખલ કરવી એ ફરિયાદ દાખલ કરવા અથવા કાર્યવાહી શરૂ કરવા સાથે સમાન ન હોઈ શકે. કોર્ટના જણાવ્યા અનુસાર, કાયદાની કલમ 12 હેઠળની નોટિસનો અવકાશ પ્રતિવાદી પાસેથી કાયદાના સંદર્ભમાં જવાબ માંગવાનો હતો જેથી પ્રતિસ્પર્ધીની રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી યોગ્ય આદેશ પસાર કરી શકાય. આ કેસ ‘Protection Of Women, From Domestic Violence Act, 2005’ હેઠળ દાખલ  કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને પી. એસ. નરસિંમ્હાએ આ કેસમાં ચુકાદો આપ્યો છે. ગઇકાલે, એટ્લે કે બુધવારે આ નિર્ણાયક ચુકાદો સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવ્યો છે. આ કેસમાં 2 પક્ષો હતા. જેમાં 1) લક્ષ્મી નારાયણ અને 2) કામાત્ચિ વચ્ચે ઘરેલુ હિંસા અંતર્ગત આ કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લક્ષ્મીના લગ્ન કામાત્ચિ સાથે વર્ષ 2007માં થયા હતા. માત્ર લગ્નના એક અઠવાડિયામાં જ લક્ષ્મીને સાસરિયાં દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. ત્યારબાદ લક્ષ્મી તેના પતિ, સસરા, સાસુ અને નણંદ વિરુદ્ધ ઘરેલુ હિંસા કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જેનો ચુકાદો આજે 2022માં, એટલે કે 15 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવ્યો છે.

ખાસ નોંધ : આ તમામ બાબતો સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના જજમેન્ટમાંથી લેવામાં આવી છે.

 

આ પણ વાંચો : ભાજપની શાનમાં અખિલેશ યાદવે વેર્યા પ્રશંસાના પુષ્પો, કહ્યું કે હું એમને ધન્યવાદ આપુ છું કે તેમણે પરિવારવાદનો સફાયો કરી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article