Punjab Cabinet Expansion Ceremony: પંજાબમાં શનિવારે સવારે 11 વાગ્યે કેબિનેટ વિસ્તરણ સમારોહ (Cabinet Expansion Ceremony) ની રચના કરવામાં આવશે. આ દરમિયાન પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સામેલ કરવામાં આવેલા મંત્રીઓને શપથ લેવડાવશે. જ્યારે કેબિનેટની પ્રથમ બેઠક પણ આવતીકાલ 19મી માર્ચને શનિવારના બપોરે 12.30 કલાકે મળશે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન (CM Bhagwant Mann) અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગુરુવારે અહીં 16મી પંજાબ વિધાનસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા.
ઇન્દરબીર સિંહ નિજ્જર, ‘પ્રોટેમ સ્પીકર’ (વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ ) એ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રથમ વખત ધારાસભ્યો છે. સૌથી પહેલા મુખ્યમંત્રી ભગવંત માને ગૃહના સભ્ય તરીકે શપથ લીધા છે. માને બુધવારે ખટકર કલાન ગામમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ના નારા સાથે શપથનું સમાપન કર્યું.
નાભાના ધારાસભ્ય ગુરદેવ સિંહ દેવ માન સાયકલ દ્વારા પંજાબ વિધાનસભા પહોંચ્યા. શપથ લેનારા કોંગ્રેસના ધારાસભ્યોમાં સુખજિંદર રંધાવા, તૃપ્ત રાજિન્દર બાજવા અને પ્રતાપ સિંહ બાજવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય રાણા ગુરજીત સિંહ, તેમના પુત્ર અને અપક્ષ ધારાસભ્ય રાણા ઈન્દર પ્રતાપ સિંહ અને SAD ધારાસભ્ય ગેનેવ કૌર સહિત પાંચ ધારાસભ્યો શપથ ગ્રહણ માટે ગૃહમાં હાજર ન હતા. આમ આદમી પાર્ટીએ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ, SAD-BSP ગઠબંધન, ભાજપ-પંજાબ લોક કોંગ્રેસ-SAD (યુનાઇટેડ) ગઠબંધનને હરાવીને 92 બેઠકો જીતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે ચેતવણી આપી હતી કે તેમની સરકાર હેઠળ ભ્રષ્ટ અમલદારોને કોઈ સહાનુભૂતિ મળશે નહીં. માને પોલીસ અને વહીવટી અધિકારીઓને પણ ખાતરી આપી હતી કે તેમના પર કોઈ પ્રતિશોધ કે રાજકીય દબાણ કરવામાં આવશે નહીં.
માને સ્પષ્ટ કહ્યું કે,મારી સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓ માટે કોઈ સ્થાન નથી અને જો આવી કોઈ ફરિયાદ મારા ધ્યાનમાં આવે તો આવા અધિકારીઓએ સહાનુભૂતિની અપેક્ષા રાખવી જોઈએ નહીં,