By-Elections latest Update: દેશના અનેક રાજ્યોમાં આજે પેટાચૂંટણી (BY Election) યોજાવા જઈ રહી છે. આજે 3 લોકસભા અને 30 વિધાનસભા સીટો પર મતદાન થવાનું છે. મોટાભાગની સીટો પર ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે સીધો મુકાબલો છે તો કેટલીક સીટો પર પ્રાદેશિક પક્ષોનો દબદબો વધુ છે. લોકસભા સીટોની વાત કરીએ તો આજે દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશની મંડી અને મધ્ય પ્રદેશના ખંડવામાં મતદાન થશે.
આસામમાં પાંચ, બંગાળમાં ચાર, મધ્યપ્રદેશ, હિમાચલ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકમાં બે-બે અને આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. 2 નવેમ્બરે મતદાન થશે. નાગાલેન્ડમાં પણ વિધાનસભાની એક સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અહીં 13 ઓક્ટોબરે નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ છે.
બંગાળની ચાર વિધાનસભા બેઠકો પર મતદાન
પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા બેઠકો, દિનહાટા, નાદિયા જિલ્લાની શાંતિપુર, ઉત્તર 24 પરગણામાં ખરડા અને દક્ષિણ 24 પરગણાની ગોસાબા પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. દિનહાટા અને શાંતિપુર પેટાચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. અન્ય બે બેઠકો પર વિજેતા ઉમેદવારોના મૃત્યુના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
બિહારમાં બે સીટો પર મતદાન
કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બિહાર વિધાનસભાના કુશેશ્વરસ્થાન અને તારાપુરમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પોતે અહીં પ્રચાર માટે પહોંચ્યા હતા.એ વાત પણ રસપ્રદ છે કે આ બંને સીટો પર ઘણા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. એક તરફ કુશેશ્વરસ્થાન બેઠક માટે 11 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા, જ્યારે તારાપુર બેઠક માટે 12 ઉમેદવારી પત્રો ભરાયા હતા.
મધ્યપ્રદેશમાં ચાર બેઠકો પર મતદાન
મધ્યપ્રદેશના ખંડવા સંસદીય મતવિસ્તાર સહિત પૃથ્વીપુર, જોબત અને રાયગાંવ વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણી માટે શનિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચાર બેઠકો પર કુલ 26 લાખ 50 હજાર મતદારો 48 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. 865 મતદાન મથકોને સંવેદનશીલ કેન્દ્રોની યાદીમાં રાખવામાં આવ્યા છે.