By Election Results 2022: આજમગઢ-રામપુર પેટાચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત, ત્રિપુરામાં પણ લહેરાવ્યો ઝંડો, પીએમ મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ આપ્યા અભિનંદન

|

Jun 26, 2022 | 8:12 PM

By Election Results 2022: વડાપ્રધાન મોદીએ (PM Modi) કહ્યું, આજમગઢ અને રામપુર પેટાચૂંટણીમાં જીત ઐતિહાસિક છે. આ કેન્દ્ર અને યુપીમાં ડબલ એન્જિન સરકાર માટે વ્યાપક ધોરણે સ્વીકૃતિ અને સમર્થનનો સંકેત સૂચવે છે. સમર્થન માટે લોકોનો આભાર છું.

By Election Results 2022: આજમગઢ-રામપુર પેટાચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત, ત્રિપુરામાં પણ લહેરાવ્યો ઝંડો, પીએમ મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ આપ્યા અભિનંદન
PM Narendra Modi

Follow us on

By Election Results 2022: ઉત્તર પ્રદેશની રામપુર (Rampur) અને આજમગઢ (Azamgarh) પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. આ સિવાય ત્રિપુરામાં પણ ભાજપે પોતાનો ઝંડો લહેરાવ્યો છે. ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેલા ઘનશ્યામ સિંહ લોધી જીત્યા છે. આજમગઢ લોકસભા સીટ પર ભાજપના નિરહુઆએ ઝંડો લહેરાવ્યો છે. ત્રિપુરાના ટાઉન બારદોવાલીથી મુખ્યમંત્રી માણિક સાહાએ જીત નોંધાવી છે. આ રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓએ અભિનંદન પાઠવ્યા છે.

આજમગઢ અને રામપુર પેટાચૂંટણીમાં મળેલી જીત પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજમગઢ અને રામપુર પેટાચૂંટણીમાં મળેલી જીત ઐતિહાસિક છે. આ કેન્દ્ર અને યુપીમાં ડબલ એન્જિન સરકાર માટે વ્યાપક ધોરણે સ્વીકૃતિ અને સમર્થનનો સંકેત સૂચવે છે. સમર્થન માટે લોકોનો આભારી છું. હું અમારા પક્ષના કાર્યકર્તાના પ્રયાસોની પ્રશંસા કરું છું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આજમગઢ અને રામપુર પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત પર PM મોદીનું ટ્વિટ

ત્રિપુરામાં પણ ભાજપે લહેરાવ્યો ઝંડો

હું ત્રિપુરાના લોકોનો ભાજપમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનું છું. આ સાથે જ હું માણિક સાહાજીને જીત પર અભિનંદન આપું છું. અમારી સરકાર લોકોની આકાંક્ષાઓ પૂરી કરતી રહેશે. હું અમારા કાર્યકર્તાની તેમની સખત મહેનત માટે પ્રશંસા કરું છું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશ લોકસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત પીએમ નરેન્દ્ર મોદીનીના નેતૃત્ત્વમાં સીએમ યોગી આદિત્યનાથજીના સરકાર દ્વારા રાજ્યમાં સ્થાપિત સુશાસન અને જનકલ્યાણકારી નીતિઓમાં જનતાના વિશ્વાસની જીત છે. પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર સિંહજી અને ભાજપના તમામ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન.

અમિત શાહે ત્રિપુરામાં ભાજપની જીત પર કહ્યું કે, ત્રિપુરા વિધાનસભા પેટાચૂંટણીમાં વધારે મતોથી જીતવા બદલ મુખ્યમંત્રી માણિક સાહાજી અને ભાજપના અન્ય ઉમેદવારો અને ભાજપના કાર્યકર્તાને અભિનંદન. પીએમ નરેન્દ્ર મોદીજીના એક વિકસિત અને સમૃદ્ધ નોર્થ ઈસ્ટ માટે સંકલ્પમાં પુનરોચ્ચાર કરવા બદલ ત્રિપુરાના લોકોનો આભાર.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાઠવ્યા અભિનંદન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું, ઉત્તર પ્રદેશની આજમગઢ અને રામપુર લોકસભા પેટાચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની કલ્યાણકારી નીતિઓમાં જનતાના વિશ્વાસનું પ્રતિક છે. આ પ્રચંડ જીત માટે ભગવાન સમાન જનતાનો આભાર અને કાર્યકર્તાને અભિનંદન.

આજમગઢ અને રામપુરમાં ડબલ જીત પર યોગી આદિત્યનાથે પાઠવ્યા અભિનંદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું કે, ડબલ એન્જિનવાળી ભાજપ સરકારની આઝમગઢ અને રામપુરમાં ડબલ જીત રાજ્યની રાજનીતિમાં 2024ની ચૂંટણી માટે દૂરગામી સંદેશ આપી રહી છે. ઘનશ્યામ સિંહ લોધીજી અને શ્રી દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’જીને અભિનંદન! પ્રદેશની જનતાનો આ સંદેશ માટે આભાર અને ભાજપના કાર્યકર્તાને અભિનંદન!

Next Article