Bus Accident in Pakistan : પાકિસ્તાનમાં ઈદ મનાવવા લોકોને વતન લઈ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 30ના મોત, 40થી વધુને ઈજા

પાકિસ્તાન (Pakistan)માં આજે સોમવારના રોજ એક ભયાનક માર્ગ અક્સ્માત સર્જાયો હતો. પંજાબના પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં યાત્રિકોથી ભરેલી એક બસ ટ્રક સાથે ટકરાઈ હતી. આ દુર્ધટનામાં અત્યારસુધીમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

Bus Accident in Pakistan :  પાકિસ્તાનમાં ઈદ મનાવવા લોકોને વતન લઈ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 30ના મોત, 40થી વધુને ઈજા
Bus Accident in Pakistan 30 killed, more than 40 injured in Pakistan bus crash
| Edited By: | Updated on: Jul 19, 2021 | 3:53 PM

Bus Accident in Pakistan: પાકિસ્તાનમાં ગંભીર બસ અક્સ્માત (Accident)સર્જાયો છે. બસમાં સવાર લોકો ઈદ-ઉલ-અજાહ મનાવવા માટે તેમના ઘરે જઈ રહ્યા હતા. હોસ્પિટલના ચિકિત્સાકર્મીઓએ જણાવ્યું કે,18 લોકો હોસ્પિટલમાં પહોચે તે પહેલા જ મૃત્યું થયું હતુ.

પાકિસ્તાન (Pakistan)માં આજે સોમવારના રોજ એક ભયાનક માર્ગ અક્સ્માત સર્જાયો હતો. પંજાબના પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં યાત્રિકોથી ભરેલી એક બસ ટ્રક સાથે ટકરાઈ હતી. આ દુર્ધટનામાં અત્યારસુધીમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર મોટાભાગના લોકો ઈદ-અલ-અઝહા મનાવવા માટે તેમના ધરે જઈ રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. આ દરમિયાન બસ ડેરા ગાઝી ખાન જિલ્લાના તાઉનસા બાયપાસની પાસે સિંધુ હાઈવે પર દુર્ધટના સર્જાય હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી કાર્યકરોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ 18 લોકોના મોત થયા હતા. પાકિસ્તાન(Pakistan)ના માહિતી પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ પુષ્ટિ કરી કે, ડેરા ગાઝી ખાનની પાસે આ દુર્ધટનામાં અંદાજે 30 લોકોના મોત થયા છે.

પંજાબના મુખ્યપ્રધાન ઉસ્માન બુઝદાર અને ગૃહ પ્રધાન શેખ રશીદે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતુ. પાકિસ્તાનમાં અવાર-નવાર માર્ગ દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેમાં વાહનોની ઝડપી ગતિ, ખરાબ રસ્તાઓના કારણે થાય છે.પાકિસ્તાન (Pakistan)ના માહિતી અને પ્રસારણ પ્રધાન (Information and Broadcasting Minister)ફવાદ ચૌધરીએ પણ પુષ્ટિ કરી

 

પાકિસ્તાનમાં ઈદ મનાવવા જઈ રહેલી બસ સાથે અક્સ્માત સર્જાતા 30ના મોત

ડ્રાઈવરને આવી નીંદર

પાકિસ્તાન(Pakistan)ના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ મુસાફરોની સલામતીને ધ્યાને રાખી સુરક્ષાની સાથે વાહન ચલાવવાની અપીલ કરી છે. પોલીસ (police) અધિકારીએ એક ઘાયલ યાત્રીની વાતને લઈ કહ્યું કે, ડ્રાઈવરને ઝોકું આવ્યું હતુ. જેના કારણે તેમણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું

પાકિસ્તાન(Pakistan)ના પક્ષ અને વિપક્ષના નેતાઓએ આ અક્સ્માત (Accident )પર શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન શેખ રશિદ અહમદે ટ્વિટ કરી કહ્યું કે, ઈદની રજાઓ મનાવવા માટે જઈ રહેલા લોકો સાથે આ અક્સ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું અલ્લાહ તેમને જન્નતમાં સૌથી સારી જગ્યા આપે, પંજાબના મુખ્યપ્રધાનના વિશેષ સહાયક ડૉક્ટર ફિરદોઝ આશિક ખાને પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતુ, તેમજ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફે પણ શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :  Monsoon Recipes : ચોમાસામાં માણો આ ગરમાગરમ વાનગીનો ટેસ્ટ, ટ્રાઈ કરો દાળની આ વાનગી

Published On - 3:50 pm, Mon, 19 July 21