UP: પ્રયાગરાજ હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદ પંપના ઘર પર ચાલ્યું બુલડોઝર, મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત

મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જાવેદ પંપના (Javed Pump) ઘર પર મોડી રાત્રે ડિમોલિશનની નોટિસ ચોંટાડી હતી અને આજે 11 વાગ્યા સુધીમાં તેને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

UP: પ્રયાગરાજ હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદ પંપના ઘર પર ચાલ્યું બુલડોઝર, મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત
Bulldozer Action
| Edited By: | Updated on: Jun 12, 2022 | 1:46 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજમાં શુક્રવારની નમાજ બાદ હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપના (Javed Pump) ઘરે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીનું બુલડોઝર ચાલ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે જાવેદ પમ્પે નિયમોનું પાલન ન કરતા ગેરકાયદે બાંધકામ કર્યું હતું અને આ માટે ઓથોરિટીએ તેને નોટિસ આપી હતી. જો કે, આજે સવારથી જ પ્રયાગરાજ હિંસાના આરોપી જાવેદ અહેમદના ઘરની સામે ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) એ અગાઉ તેમના નિવાસસ્થાને નોટિસ મૂકી હતી, જેમાં તેમને આજે સવારે 11 વાગ્યા સુધીમાં ઘર ખાલી કરવા જણાવ્યું હતું. જે બાદ હવે ઓથોરિટીએ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જાવેદની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રયાગરાજ જિલ્લામાં શુક્રવારની નમાજ પછી, પોલીસ હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદને શોધી રહી હતી અને શનિવારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જાવેદ પંપના ઘર પર મોડી રાત્રે ડિમોલિશનની નોટિસ ચોંટાડી હતી અને આજે 11 વાગ્યા સુધીમાં તેને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. પોતાના આદેશમાં ઓથોરિટીએ સ્પષ્ટ કહ્યું હતું કે સમયસર ઘર ખાલી કરી દેવું જોઈએ. ઓથોરિટીનું કહેવું છે કે જાવેદ દ્વારા બનાવેલ બે માળનું મકાન ગેરકાયદેસર છે અને તેનો નકશો ઓથોરિટી દ્વારા પાસ કરવામાં આવ્યો નથી.

કરેલીમાં જાવેદ પંપનું ઘર

પ્રયાગરાજના કરેલીમાં જેકે આશિયાના કોલોનીમાં જાવેદ પંપનું આલિશાન મકાન છે અને શુક્રવારની નમાજ પછી કરેલી વિસ્તારમાં સૌથી વધુ હિંસા થઈ હતી. જેનો માસ્ટર માઈન્ડ જાવેદ પંપ હોવાનું મનાઈ રહ્યું હતું. આ હિંસામાં તોફાનીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

PDAએ ગયા મહિને નોટિસ આપી હતી

ગયા મહિને જ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાવેદ પંપના ઘરને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું અને તેમણે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. 25.05.2022 ના રોજ પીડીએ દ્વારા ઇમારતને તોડી પાડવા માટેના આદેશો પસાર કરવામાં આવ્યા હતા અને જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે 12.06.2022 ના રોજ સવારે 11:00 વાગ્યે ઇમારત ખાલી કરી દેવી જોઈએ જેથી કરીને બિલ્ડિંગને તોડી પાડવાની કાર્યવાહી કરી શકાય.

Published On - 1:46 pm, Sun, 12 June 22