Budget Session 2022 Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે સંસદમાં રજૂ કરાયેલ સામાન્ય બજેટ બાદ આજે પહેલીવાર સંસદમાં ચર્ચા થશે. બજેટ સત્રના ત્રીજા દિવસે એટલે કે આજે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની વાત રાખશે. આ દરમિયાન સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. કોરોનાના ખતરા વચ્ચે બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે યોજાઈ રહી છે. સત્ર દરમિયાન બંને ગૃહોની બેઠક અલગ-અલગ સમયે 5-5 કલાક ચાલશે.
બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. વર્ષ 2020નું ચોમાસું આવું પ્રથમ સત્ર હતું જે દરમિયાન કોવિડના કારણે બંને ગૃહોની બેઠકો એક જ દિવસે અલગ-અલગ સમયે યોજાઈ હતી. ગયા વર્ષના બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન પણ આ જ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને જન ફ્રેન્ડલી અને પ્રગતિશીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આનાથી 100 વર્ષની ભયાનક આફત વચ્ચે વિકાસનો નવો આત્મવિશ્વાસ આવ્યો છે. કેન્દ્રીય બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિ અને રોજગારની સંભાવનાઓથી ભરેલું છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટનું એક મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક ગરીબને પાકું ઘર, નળના પાણીની સુવિધા, શૌચાલય, ગેસની સુવિધા મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
મલેશિયામાં ભારે વરસાદ અને ટોંગામાં જ્વાળામુખી વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં રાજ્યસભાના સભ્યોએ મૌન પાળ્યું હતું.
Rajya Sabha Members observe silence in the memory of the people who lost their lives in heavy rainfall in Malaysia and volcanic eruption in Tonga pic.twitter.com/kHG2TrV44R
— ANI (@ANI) February 2, 2022
ખેડૂતો અને મજૂરો માટે કંઈ નથી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આ મૂડીવાદી બજેટ છે જેમાં ખેડૂતો, મનરેગા કામદારો અને એસસી/એસટી અને ઓબીસી સમુદાયોને આપવા માટે કંઈ નથી.” આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે
This is a pro-capitalist Budget that has nothing to offer to farmers, MGNREGA workers, and SC/ST & OBC communities. This Budget has been prepared, keeping in view the ensuing Assembly elections: Leader of Opposition in Rajya Sabha, Mallikarjun Kharge pic.twitter.com/MSuczYi8n6
— ANI (@ANI) February 2, 2022
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું કે હાલમાં દેશમાં 16,427 ખાનગી સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. જેમાં મહારાષ્ટ્રમાં 2800થી વધુ અને ગુજરાતમાં 2200થી વધુ સક્રિય છે.
16,427 private security agencies were active in India as of Jan 28, 2022: Union Home Ministry tells Rajya Sabha pic.twitter.com/vIm0IhpZXo
— ANI (@ANI) February 2, 2022
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભાને જણાવ્યું કે, ભારતમાં આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કરાયેલા સંગઠનોની સંખ્યા 42 છે. યુએપીએના શેડ્યૂલ 4 હેઠળ 31 લોકોને આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
The number of outfits designated as terrorist organisations in India stands at 42. 31 persons listed as terrorists under Schedule Four of UAPA: Union Home Ministry tells Rajya Sabha pic.twitter.com/QCwjSkXGlC
— ANI (@ANI) February 2, 2022
રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન 98 નાગરિકોના મોત થયા હતા અને 109 સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. આ દરમિયાન આતંકની 541 ઘટનાઓ બની હતી.
In 2014, you (BJP) promised 2 crore jobs every year. You should have provided 15 crore jobs by now. But how many jobs did you actually provide? This year’s Budget promises just 60 lakh jobs in the next 5 years: Leader of Opposition in Rajya Sabha, Mallikarjun Kharge https://t.co/y4PLvHA7ZM
— ANI (@ANI) February 2, 2022
Published On - 1:18 pm, Wed, 2 February 22