Indian Railway: ફેબ્રુઆરીથી 62 રેલ્વે સ્ટેશનો પર ફરી શરૂ કરાશે Rail Restro સુવિધા

દેશના રેલ્વે સ્ટેશન પર રેસ્ટરોરન્ટના ખાવાની સુવિધા આપતી કંપની Rail Restro લોકડાઉન દરમ્યાન બંધ કરેલી સેવાઓ 1 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવા જઇ રહી છે.

Indian Railway: ફેબ્રુઆરીથી 62 રેલ્વે સ્ટેશનો પર ફરી શરૂ કરાશે  Rail Restro સુવિધા
| Edited By: | Updated on: Feb 01, 2021 | 9:34 AM

દેશના રેલ્વે સ્ટેશન પર રેસ્ટરોરન્ટના ખાવાની સુવિધા આપતી કંપની Rail Restro લોકડાઉન દરમ્યાન બંધ કરેલી સેવાઓ 1 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવા જઇ રહી છે. કંપનીએ રવિવારે આ અંગે જાહેરાત કરી હતી.કંપનીએ કહ્યું કે તે હવે 62 રેલ્વે સ્ટેશન પર ફરી ઓનલાઇન ફૂડ ડિલિવરી સેવા શરૂ કરશે. રેલ્વે મંત્રાલયે શનિવારે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી હતી. કંપનીએ રેલ્વે મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે ભારતીય રેલ્વે દ્વારા કોવિડ સંકટ દરમ્યાન બંધ કરવામાં આવેલી ઇ- કેટરિંગ સેવા હવે પસંદગીના રેલ્વે સ્ટેશન પર એક ફેબ્રુઆરીએ શરૂ કરવા જઇ રહી છે. સુરક્ષા સબંધી તમામ નિયમોનું પાલન કરતાં આ સેવા શરૂ કરવામાં આવશે. તેનાથી મુસાફરોને સારું અને મનપસંદ ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

કંપનીએ કહ્યું કે રેલ્વે મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ આઇઆરસીટીસી તરફથી તબક્કાવાર તેની સુવિધા આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં નવી દિલ્હી, પટના, હાવડા, વિજયવાડા,અરનાકુલમ જેવા સ્ટેશનો પર લોકોને તેની સુવિધા મળશે

Rail Restro ના મુખ્ય કારોબારી અધિકારી અને સંસ્થાપક મનીષ ચંદ્રાએ કહ્યું કે અમે ભારતીય રેલ્વેની ટ્રેનોમાં યાત્રા કરનારા લોકોને રેસ્ટોરન્ટ જેવા સ્વાદવાળું ભોજન પીરસવાની સેવા ફરી શરૂ કરવા જઇ રહ્યા છીએ. અમે ખુશ અને ઉત્સાહિત છીએ. અમે અમારા ગ્રાહકો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. અમે કોવિડ-19 સબંધી તમામ નિયમોનું પાલન કરીને સાવચેતીના તમામ પગલાં સાથે ગ્રાહકોને સ્વાદિષ્ટ ભોજન પીરસીશું.