Budget 2021: મોદી સરકારે આ કારણે કરી ફેબ્રુઆરીની અંતિમના બદલે, પહેલી તારીખે બજેટ રજુ કરવાની પ્રથા

|

Feb 01, 2021 | 11:39 AM

દેશના પ્રથમ નાણામંત્રી આર.સી.કે.એસ ચેટ્ટી એ જ્યારે 1947માં આઝાદી બાદનુ પ્રથમ બજેટ (Budget ) રજુ કર્યુ હતુ. જે બજેટ ના દસ્તાવેજો ચામડાંના એક બ્રીફકેશમાં લઇને તેઓ પહોંચ્યા હતા. ત્યાર થી દેશના તમામ નાણા પ્રધાને (Finance Minister) તે પરંપરાનુ પાલન કર્યુ હતુ. જોકે નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સરકારમાં બજેટને લઇને અનેક પરંપરાઓને બદલી દેવામાં આવી હતી.

Budget 2021: મોદી સરકારે આ કારણે કરી ફેબ્રુઆરીની અંતિમના બદલે, પહેલી તારીખે બજેટ રજુ કરવાની પ્રથા
PM Narendra Modi

Follow us on

દેશના પ્રથમ નાણામંત્રી આર.સી.કે.એસ ચેટ્ટી એ જ્યારે 1947માં આઝાદી બાદનુ પ્રથમ બજેટ (Budget ) રજુ કર્યુ હતુ. જે બજેટ ના દસ્તાવેજો ચામડાંના એક બ્રીફકેશમાં લઇને તેઓ પહોંચ્યા હતા. ત્યાર થી દેશના તમામ નાણા પ્રધાને (Finance Minister) તે પરંપરાનુ પાલન કર્યુ હતુ. જોકે નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સરકારમાં બજેટને લઇને અનેક પરંપરાઓને બદલી દેવામાં આવી હતી. જેમાં આ એક પરંપરા પણ બદલાઇ ગઇ હતી. વર્તમાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આ પરંપરાનુ ભારતીયકરણ કરી દીધુ હતુ. 5 જુલાઇ 2019 એ લાલ કપડામાં લપેટાયેલ બજેટના દસ્તાવેજોને લઇને તેઓ સંસદ ભવન પહોંચ્યા હતા. જે હકિકતમાં ભારતીય ખાતાવહીનુ જ એક સ્વરુપ હતુ.

ભારત સરકાર ના સૌથી મોટા મંત્રાલયો માંથી એક રેલ મંત્રાલય નુ બજેટ પહેલા દર વર્ષે સામાન્ય બજેટ ના કેટલાક દિવસો પહેલા રજૂ થતુ હતુ. દેશનુ પ્રથમ રેલ બજેટ વર્ષ 1924 માં રજૂ કરવામાં આવ્યુ હતુ. જોકે નરેન્દ્ર મોદીની સરકારે તે પરંપરાને વર્ષ 2016 થી બદલી નાંખી હતી. ત્યારે નાણા પ્રધાન અરુણ જેટલી એ રેલ બજેટને સામાન્ય બજેટની સાથે જ રજુ કર્યુ હતુ.

વર્ષ 2016માં માં ફ્કત રેલ બજેટને જ સામાન્ય બજેટમાં સમાવવામાં નહોતુ આવ્યુ, પરંતુ અંગ્રેજોના જમાના થી ચાલી આવતી એક પરંપરાને પણ તોડી નાંખી હતી. મોદી સરકારે ફેબ્રુઆરીના આખરી દિવસોમાં રજૂ થનારા સામાન્ય બજેટને ફેબ્રુઆરીને પ્રથમ દિવસે રજૂ કરવાની શરુઆત કરવામાં આવી હતી. આનાથી બજેટની સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓને એક એપ્રિલ સુધીમાં આટોપી લેવાય. જે થી સરકાર પહેલ એપ્રિલ થી શરુ થતા નવા નાણાકિય વર્ષથી કામ કરવાનુ શરુ કરી દે. સાથે જ બજેટ પણ સારી રીતે લાગુ કરવામાં આવી શકે. આ અગાઉ આ પ્રક્રિયા પુર્ણ કરાવમાં મે અને જૂન સુધી નો સમય લાગી જતો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અંગ્રેજો સાથે જોડાયેલી બજેટની વધુ એક પરંપરાને પણ બદલવાનુ સાક્ષી ભાજપ ના નેતૃત્વ ધરાવતી સરકાર રહી છે. પહેલા દેશનુ સામાન્ય બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ થતુ હતુ. જોકે વર્ષ 1999માં તત્કાલિન નાણા પ્રધાન યશવંત સિન્હાએ પરંપરા બદલીને સવારે 11 વાગ્યે બજેટ રજૂ કર્યુ હતુ. ત્યાર થી બજેટનો સમય સવારે 11 કલાકનો થઇ ગયો છે.

દેશની આઝાદીના બાદ થી સૌથી વધારે વખત બજેટ રજુ કરવાનો રેકોર્ડ દેશના પ્રથમ બીન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઇના નામે છે. પંડિત જવાહર લાલ નહેરુ અને ઇંન્દિરા ગાંધીની સરકારમાં નાણા પ્રધાન રહેલા મોરારજી દેસાઇએ કુલ દશ વખત બજેટ રજૂ કર્યુ હતુ. સૌથી વધારે વખત બજેટ રજુ કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમની સાથે એક રોચક વાત પણ જોડાયેલી છે. તેમનો જન્મ દિવસ 29 ફેબ્રુઆરી હતો. તેઓએ 1960 અને 1968 એમ બે વખત પોતાના જન્મ દિવસે બજેટ ભાષણ રજુ કર્યુ હતુ.

Next Article