Budget 2021: દેશમાં પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, આ માટે 3,726 કરોડની જોગવાઈ

|

Feb 01, 2021 | 4:05 PM

નાણામંત્રી નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) કહ્યું કે, સરકારે આગામી વસ્તી ગણતરી માટે 3,726 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નાણામંત્રી (Finance Minister)એ બજેટની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે દેશમાં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી (Digital Census) કરવામાં આવશે.

Budget 2021: દેશમાં પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, આ માટે 3,726 કરોડની જોગવાઈ

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) કહ્યું કે, સરકારે આગામી વસ્તી ગણતરી માટે 3,726 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નાણામંત્રી (Finance Minister)એ બજેટની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે દેશમાં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી (Digital Census) કરવામાં આવશે. નાણાપ્રધાને 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે સરકાર રાષ્ટ્રીય ભાષા અનુવાદ પહેલ પર પણ કામ કરી રહી છે.

 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અગાઉ જાહેરાત કરી હતી કે મોબાઈલ ફોન એપ્લિકેશન દ્વારા 2021ની વસ્તી ગણતરી કરવામાં આવશે. શાહે કહ્યું હતું કે, આ અમને કાગળથી ડિજિટલ વસ્તી ગણતરીમાં જવા તરફ મદદ કરશે. આમ ડિજિટલ ભારતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા વસ્તી ગણતરીનો ડેટા એકત્રિત કરવામાં આવશે. અમિત શાહે ડિજિટલ વસ્તી ગણતરી માટે કહ્યું હતું કે, લોકો નવી વિકસિત મોબાઈલ એપ્લિકેશન પર પોતાની અને કુટુંબની વિગતો અપલોડ કરી શકશે. અમિત શાહે કહ્યું હતું કે, તે 12,000 કરોડના ખર્ચે 16 ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તી 121 કરોડ હતી. કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે, આગામી વસ્તી ગણતરી 1 માર્ચ, 2021થી શરૂ થશે. ગૃહમંત્રાલયે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડતાં કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય કલમ 3 હેઠળ લેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને અન્ય સ્થળોએ જ્યાં હિમવર્ષા થાય છે, ત્યાં ઓક્ટોબર 2021માં જ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Budget in Gujarati 2021 LIVE: આખા બજેટની અપડેટ એક સાથે, આ હતી ખાસ વાતો કે જે બળ આપશે અર્થતંત્રને

Next Article