Budget 2021: હેલ્થ ક્ષેત્રે મોટી જાહેરાતો, કોરોના વેક્સિન માટે કરી 35 હજાર કરોડની જાહેરાત

|

Feb 01, 2021 | 11:53 AM

નાણાપ્રધાન નિર્મલા સીતારામને પોતાના Budget 2021ના ભાષણમાં આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી હતી. સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.38 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને પોતાના Budget 2021ના ભાષણમાં આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી હતી. સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.38 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી. જેમાં સરકારે જાહેર કરેલી સ્વાસ્થ્ય ભારત યોજના અંતર્ગત 64,180 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી.

 

નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્વચ્છ ભારત મિશન આગળ ધપાવવાની જાહેરાત કરી. આ અંતર્ગત શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવા માટે 2,87,000 કરોડ રૂપિયા જાહેર કરાયા. આ સાથે નાણામંત્રી દ્વારા મિશન પોષણ 2.0ની જાહેરાત કરવામાં આવી છે. તેમજ કુપોષણને નાબુદ કરવા માટે મોટા પગલા લેવામાં આવશે. હેલ્થ સેક્ટરના બેજેટમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હેલ્થ સિસ્ટમમાં મોટો સુધારો કરવાની વાત કરી હતી. આ બજેટ મુશ્કેલીમાં અવસર જેવું હશે. આ સાથે સરકાર દ્વારા WHOના મિશનને ભારતમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત મિશન પોષણ 2.0ની શરૂઆત કરવાની વાત કરી છે.

 

કોરોના સામે લડવા માટે કરાઈ જાહેરાત

કોરોના સામે લડવા માટે 35 હજાર કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી. જેનો ઉપયોગ કોવિડ 19ની વેક્સિન માટે કરવામાં આવશે. જેમાં મેડ ઈન ઈન્ડિયા વેક્સિન માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ -19 મહામારી સામે લડવા માટે સરકારે આત્મનિર્ભર પેકેજ હેઠળ રૂ .27.1 લાખ કરોડની જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: Budget 2021 Agriculture: કૃષિક્ષેત્ર અને ઉર્જાક્ષેત્રમાં બજેટમાં નાણામંત્રીએ શું કહ્યું

Next Video