G20 Summit: દિલ્હીમાં ઋષિ સુનકનું ‘જય શ્રી રામ’ સાથે સ્વાગત, જાણો જવાબમાં બ્રિટિશ PMએ શું કહ્યું?

G-20 સમિટ માટે વિશ્વના ટોચના નેતાઓ શુક્રવારે ભારત આવવાનો સિલસિલો ચાલુ છે. નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરેલા લોકોમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ સામેલ હતા, બિહારના બક્સરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ G20 સમિટમાં ભાગ લેવા દિલ્હી આવેલા વડાપ્રધાન ઋષિ સુનકનું પાલમ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

G20 Summit: દિલ્હીમાં ઋષિ સુનકનું જય શ્રી રામ સાથે સ્વાગત, જાણો જવાબમાં બ્રિટિશ PMએ શું કહ્યું?
British pm rishi sunak delhi airport
| Edited By: | Updated on: Sep 08, 2023 | 6:31 PM

નવી દિલ્હીમાં આવતીકાલે શનિવારથી શરૂ થઈ રહેલી G-20 સમિટ માટે વિશ્વના ટોચના નેતાઓ શુક્રવારે ભારત આવવાનો સિલસિલો ચાલુ છે. નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરેલા લોકોમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ સામેલ હતા, જેમનું કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ સ્વાગત કર્યું હતું. સ્વાગત દરમિયાન ચૌબેએ જય શ્રી રામ કહીને તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: PM Modi Fan: હાથ પર બનાવ્યું મોદીનું ટેટુ, જુઓ સુરતના આ પ્રકાશ મહેતા જે છે મોદીને માને છે એક પ્રેરણા સ્ત્રોત, જુઓ Video

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક આજે બપોરે નવી દિલ્હી પહોંચ્યા ત્યારે અશ્વિની ચૌબેએ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ચૌબેએ તેમને મળતાની સાથે જ જય શ્રી રામ કહીને તેમનું સ્વાગત કર્યું હતું. બદલામાં, ઋષિ સુનકે પણ શુભેચ્છા સ્વીકારી અને કહ્યું – જય સિયારામ !!! દિલ્હીમાં ઉતર્યા પછી X પર પોસ્ટ કરતા સુનકે કહ્યું, “હું એ અમુક પડકારોના સમાધાન માટે વૈશ્વિક નેતાઓને મળી રહ્યો છું જે આપણામાના દરેકને પ્રભાવિત કરે છે.” પીએમ મોદીએ પણ દિલ્હી પહોંચતા તેમનું સ્વાગત કર્યું હતું.

પૂર્વજોની ધરતી પર અભિનંદન PM સુનકનું સ્વાગત

બિહારના બક્સરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ G20 સમિટમાં ભાગ લેવા દિલ્હી આવેલા વડાપ્રધાન ઋષિ સુનકનું પાલમ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બ્રિટિશ વડાપ્રધાન સુનકનું સ્વાગત કરતી વખતે કેન્દ્રીય પ્રધાન ચૌબેએ તેમના પૂર્વજોની ધરતી પર તેમનું અભિવાદન કર્યું હતું અને જય સિયારામના નારા લગાવ્યા હતા. મીટિંગ દરમિયાન ચૌબેએ બ્રિટિશ વડાપ્રધાનને કહ્યું કે તેઓ બિહારના બક્સરથી લોકસભાના સાંસદ છે. બક્સર પ્રાચીન સમયથી આધ્યાત્મિક રીતે પ્રખ્યાત શહેર છે. જ્યાં ભગવાન શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણે ગુરુ મહર્ષિ વિશ્વામિત્ર પાસેથી દીક્ષા લીધી હતી અને તાડકાનો વધ કર્યો હતો.

ગીતા અને હનુમાન ચાલીસાની ભેટ

આ દરમિયાન વડાપ્રધાન ઋષિ સુનકે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગાથાને અશ્વિની કુમાર ચૌબેના શબ્દોમાં ઉત્સાહપૂર્વક સાંભળી. આ દરમિયાન તે ખૂબ જ ઉત્સાહિત પણ જોવા મળ્યા હતા. તેમણે વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું ભારતના જમાઈ અને પુત્રી તરીકે પણ સ્વાગત કર્યું.

કેન્દ્રીય મંત્રી ચૌબેએ કહ્યું કે ભારતની ભૂમિ તમારા પૂર્વજોની ભૂમિ છે. અમે બધા તમારા અહીં આવવાથી ખૂબ જ ઉત્સાહિત છીએ. ચૌબેએ બ્રિટિશ મહેમાનોને અયોધ્યા અને બક્સર જિલ્લાની આધ્યાત્મિક સંસ્કૃતિ, માતા જાનકીના જન્મસ્થળ, સીતામઢી અને બાંકાના મંદાર પર્વત વિશે પણ માહિતી આપી હતી. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રીએ પીએમ સુનકને રુદ્રાક્ષ, શ્રીમદ ભાગવત ગીતા અને હનુમાન ચાલીસા પણ ભેટ કરી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો