Breaking news: એક ગામના લોકોએ મુખ્યમંત્રીને બનાવ્યા બંધક?, સમાચાર પુર ઝડપે ફેલાયા, મચી ગયો હાહાકાર,જાણો સમાચારની હકીકત

CM Manohar Lal Jansamwad:હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મહેન્દ્રગઢમાં જન સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અન્ય ગામના લોકોએ એક ગામને તાલુકા કક્ષાનો દરજ્જો આપવા બદલ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે મુખ્યમંત્રીને 4 કલાક સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા.

Breaking news: એક ગામના લોકોએ મુખ્યમંત્રીને બનાવ્યા બંધક?, સમાચાર પુર ઝડપે ફેલાયા, મચી ગયો હાહાકાર,જાણો સમાચારની હકીકત
This CM was house arrest-fact check
| Edited By: | Updated on: May 27, 2023 | 12:26 PM

હરિયાણા : શુક્રવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં જાહેર સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક સંવાદ કાર્યક્રમમાં ફરી એકવાર હોબાળો થયો હતો. સિહમા ગામને તાલુકા કક્ષાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ આ બધો હંગામો થયો હતો. આ વાતની જાણ ડોગડા અહીર ગામના લોકોને થતાં જ ગામના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ રસ્તા પર આવી ગયા હતા.

રોષે ભરાયેલા ગ્રામજનોએ મુખ્યમંત્રીના ઘેરાવની જાહેરાત કરી હતી. ગામના લોકોએ કહ્યું કે તેમનું ગામ ડોગડા, અહીર સિંહ કરતાં મોટું છે, તેથી તેને પણ તાલુકા કક્ષાનો દરજ્જો મળવો જોઈએ. સીએમ ખટ્ટર ડોગડા અહીર ગામમાં જ રોકાયા હતા. ગ્રામજનોએ રાત્રે જ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.

સીએમ જ્યાં રોકાયા હતા ત્યાં આખું ગામ એકત્ર થઈ ગયું. વિવિધ મીડિયા અહેવાલની માનીએ તો સીએમ ખટ્ટરને લગભગ 4 કલાક સુધી નજર કેદ રાખવામાં આવ્યા,પરંતુ માહિતી એવી છે કે સીએમને નજર કેદ નહોતા રખાયા પરંતુ ચાર કલાક સુધી ગ્રામજનોએ આંદોલન કરી સુત્રોચ્ચાર કર્યા હતા.

For reviewPM પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની બેઠક શરૂ, 8 રાજ્યના મુખ્યમંત્રીઓ ગેરહાજર

જ્યારે વિસ્તારના ધારાસભ્યો ગ્રામજનોને સમજાવવા આવ્યા તો તેઓએ પણ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. ધારાસભ્યો નિરાશ થઈને પરત ફર્યા હતા. વિરોધ જોઈને મુખ્યમંત્રી મનોહર લાલ ડોગડા અહીરના લોકોને વાતચીત માટે બોલાવ્યા. જેમાં તેમણે ગામને તાલુકા કક્ષા માટેના ગામોના ફિઝિબિલિટી રિપોર્ટ માટે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ વિધાનસભામાં જનસંવાદનો કાર્યક્રમ હશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે.

મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન

સીએમના આશ્વાસન બાદ ગ્રામજનોએ આંદોલન પાછું ખેંચ્યું હતું. આ બેઠકમાં અટેલીના ધારાસભ્ય સીતારામ યાદવ પણ હાજર હતા. આ પછી, મુખ્યમંત્રી જન સંવાદ કાર્યક્રમ માટે નાંગલ સિરોહી જવા રવાના થયા.

સિરસામાં પણ વિવાદ થયો હતો

આ પહેલા સિરસામાં સીએમ ખટ્ટરના જન સંવાદ કાર્યક્રમના ત્રીજા દિવસે પણ વિવાદ થયો હતો. બાની ગામની મહિલા સરપંચે પોતાના ગળામાંથી દુપટ્ટો ઉતારીને મુખ્યમંત્રીના પગમાં ફેંકી દીધો હતો. આ જોઈને ત્યાં ઉભેલા પોલીસ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ મહિલાને પકડીને સ્ટેજ પરથી નીચે ઉતારી દેવામાં આવી હતી.બાદમાં મામલો થાળે પડ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:23 pm, Sat, 27 May 23