Breaking News : તમિલનાડુમાં ભયાનક અકસ્માત! કાર ઝાડ સાથે અથડાઈ, 8 લોકોનાં મોત

રાજસ્થાન બાજ તમિલનાડુમાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના મુસીરી નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર રસ્તાની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Breaking News  : તમિલનાડુમાં ભયાનક અકસ્માત! કાર ઝાડ સાથે અથડાઈ, 8 લોકોનાં મોત
Tamil Nadu Road Accident
| Updated on: Nov 23, 2026 | 8:25 AM

રાજસ્થાન બાજ તમિલનાડુમાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના મુસીરી નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર રસ્તાની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત

મળતી માહિતી અનુસાર તંજાવુર જિલ્લાના તિરુકાટ્ટુપલ્લી વિસ્તારમાં આવેલી ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા કેટલાક શ્રમિકો 22 નવેમ્બરના રોજ નમક્કલમાં આયોજિત કાન વીંધવાના કાર્યક્રમમાં સામેલ થવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ લોકો એક જ કારમાં બેસીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન થુરૈયુર-મુસીરી રોડ પર જમ્બુનાથપુરમ નજીક કારચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર રસ્તાની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા.

અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પ્રાપ્તથતા અહેવાલ અનુસાર અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત અન્ય 3 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા.આમ, આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે.

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, સહાયની જાહેરાત

તમિલનાડુમાં સર્જાયેલી આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઓવરસ્પીડિંગને કારણે અકસ્માતની આશંકા

પોલીસની પ્રાથમિક તપાસમાં કારની વધુ ઝડપ અને ડ્રાઇવરનો વાહન પરથી કાબૂ ગુમાવવો અકસ્માતનું સંભવિત કારણ હોવાનું માનવામાં આવે છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Rajasthan Accident : કોટામાં ખાટુ શ્યામજીથી પરત ફરી રહેલા પરિવારની ક્રૂઝર ટ્રકમાં ઘૂસી, 9નાં મોત

Follow Us
Loading...
Unable to load recommendations.