IPS પ્રવીણ સૂદને CBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સુબોધ કુમાર જયસ્વાલનું સ્થાન લેશે. તેઓ 25 મેના રોજ ચાર્જ સંભાળશે. પીએમ મોદીની આગેવાની હેઠળની સમિતિએ સીબીઆઈ વડા માટે ત્રણ નામો પસંદ કર્યા હતા, જેમાંથી આઈપીએલ પ્રવીણ સૂદના નામને મંજૂરી આપવામાં આવી છે અને નવા સીબીઆઈ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
#PraveenSood has been appointed as the Director of the Central Bureau of Investigation (CBI) for a period of two years: #CBI#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2023
પ્રવીણ સૂદ કર્ણાટકના ડીજીપી રહી ચૂક્યા છે. તેમની સાથે સમિતિએ મધ્યપ્રદેશના ડીજીપી સુધીર કુમાર સક્સેના અને ફાયર સર્વિસીસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ તાજ હસનના મહાનિર્દેશકના નામ પણ શોર્ટલિસ્ટ કર્યા હતા. જણાવી દઈએ કે સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ આ મહિને 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી આ પોસ્ટ પર હતા. તેમણે 26 મે 2021ના રોજ CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સુબોધ કુમાર જયસ્વાલ મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પણ રહી ચૂક્યા છે.
જાણકારી માટે જણાવી દઈએ કે સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવે છે. સાથે જ જો ઈચ્છે તો આ કમિટી સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકે છે. આપને જણાવી દઈએ કે નવા સીબીઆઈ ચીફ માટે કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાનું નામ મોખરે છે.
Published On - 3:05 pm, Sun, 14 May 23