
Madhya Pradesh: PM નરેન્દ્ર મોદીએ શહડોલમાં નેશનલ સિકલ સેલ પોર્ટલ લોન્ચ કર્યું. સિકલ સેલ એનિમિયા મુક્તિ મિશન અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશ એક મોટો સંકલ્પ લઈ રહ્યો છે. આદિવાસી ભાઈઓ અને બહેનોના જીવનને સુરક્ષિત બનાવવાનો સંકલ્પ છે. તેમણે કહ્યું કે મે આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘણો સમય વિતાવ્યો છે. દર વર્ષે સિકલ સેલ એનિમિયાની ઝપેટમાં આવતા 2.5 લાખ બાળકો અને તેમના પરિવારના સભ્યોના જીવનને બચાવવાનો આ સંકલ્પ છે.
मध्य प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी शहडोल में राष्ट्रीय सिकल सेल एनीमिया उन्मूलन मिशन पोर्टल लॉन्च के दौरान सिकलसेल लाभार्थियों को सिकलसेल काउंसलिंग कार्ड वितरित किया। pic.twitter.com/XfkfxD20zC
— ANI_HindiNews (@AHindinews) July 1, 2023
PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, અમારા માટે આદિવાસીઓ માત્ર મતદાર નથી. તેમણે કહ્યું કે, આજે મને રાણી દુર્ગાવતીજીની આ પવિત્ર ભૂમિ પર તમારા બધાની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું રાણી દુર્ગાવતીજીના ચરણોમાં મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની પ્રેરણાથી આજે સિકલ સેલ એનિમિયા મુક્તિ મિશન અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Uniform Civil Code: અભી નહીં તો કભી નહીં, યુનિફોર્મ સિવિલ કોડ પર મુખ્તાર અબ્બાસ નકવીની વિપક્ષને સલાહ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મધ્યપ્રદેશમાં 1 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. આ બંને પ્રયાસોનો સૌથી મોટો લાભ આપણા ગોંડ સમાજ, ભીલ સમાજ અને અન્ય આદિવાસી સમાજના લોકોને મળશે. સિકલ સેલ એનિમિયા જેવા રોગ ખૂબ પીડાદાયક છે. આ રોગ પરિવારોને પણ વેરવિખેર કરી નાખે છે. આ રોગ ન તો પાણીથી ફેલાય છે, ન હવાથી, ન ખોરાક દ્વારા. આ રોગ આનુવંશિક છે, એટલે કે આ રોગ માતા-પિતામાંથી જ બાળકમાં આવે છે.
Published On - 4:26 pm, Sat, 1 July 23