વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને બિલ્ડિંગને સમર્પિત કરવા વિનંતી કરી હતી. આને ધ્યાનમાં રાખીને, 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભા બંનેએ સરકારને સંસદ માટે નવી ઇમારત બાંધવા વિનંતી કરી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
64,500 ચોરસ મીટરમાં ફેલાયેલા આ નવા સંસદ ગૃહમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા છે. તેના ત્રણ મુખ્ય દરવાજા છે. તેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ 2020માં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.
આ નવા સંસદ ભવનમાં કોન્સ્ટિટ્યુશન હોલ, ડેમોક્રેટિક હેરિટેજ, ડાઇનિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ છે. ભારતીય બંધારણની મૂળ નકલ તેના બંધારણ સભાખંડમાં રાખવામાં આવી છે. તેમાં એક પુસ્તકાલય, અનેક મીટિંગ રૂમ છે.
આ ઉપરાંત આ નવા સંસદભવનમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને દેશના અન્ય વડાપ્રધાનોની તસવીરો રાખવામાં આવશે. આ સિવાય બીજી પણ ઘણી સુવિધાઓ છે.
મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતીય જનતા પાર્ટીએ એક વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 30 મેના રોજ આ અભિયાનની શરૂઆત કરશે. બીજી રેલી 31 મેના રોજ યોજાશે. બીજેપીના નેતાઓ દેશભરમાં 51 રેલીઓ કરશે.
આ પણ વાચો: સુપ્રીમ કોર્ટના જજની પ્રેમ લગ્ન પર મોટી ટિપ્પણી, ‘મોટા ભાગના છૂટાછેડા લવ મેરેજમાં જ થાય છે’
નવા સંસદ ભવનનું નિર્માણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું છે. પીએમ મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરી શકે છે. નોંધનીય છેકે 26 મેના રોજ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
10 ડિસેમ્બર 2020 ના રોજ, નવી સંસદ ભવનનો શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. સંસદનું નવનિર્મિત ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. હવે સંસદની નવનિર્મિત ઇમારત જ્યાં ભારતની ભવ્ય લોકતાંત્રિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવા માટે વધુ એક કાર્ય કરવામાં આવશે.
Published On - 9:29 pm, Thu, 18 May 23