Breaking News : પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા, પૂજા વિધિ કરશે

|

May 28, 2023 | 7:39 AM

Delhi : પીએમ મોદી રવિવારે દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ ઉદ્ઘાટન સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 7.30 વાગ્યાથી પૂજા સાથે ઉજવણીનો પ્રારંભ થશે.પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.

Breaking News : પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા, પૂજા વિધિ કરશે
New Parliament Building PM Modi

Follow us on

Delhi : પીએમ મોદી(PM Modi)  રવિવારે દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. જેના પગલે પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા છે. આ પૂર્વે અનેક નેતાઓ નવા સંસદ ભવન પહોંચ્યા હતા.  આ ઉદ્ઘાટન સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 7.30 વાગ્યાથી પૂજા સાથે ઉજવણીનો પ્રારંભ થશે.પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ ઉદ્ઘાટન સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 7.30 વાગ્યાથી પૂજા સાથે ઉજવણીનો પ્રારંભ થશે.પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવન પહોંચ્યા છે. દિલ્હી એનસીઆરના અનેક રસ્તાઓ 3 વાગે સુધી બંધ રહેશે.

કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશના વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. ઉદ્ઘાટન સમારોહ પૂર્વે પીએમ મોદીએ કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. તેણે નવા કેમ્પસનો વીડિયો પણ શેર કર્યો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

નવી સંસદમાં તમિલનાડુનો ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) લોકસભાના અધ્યક્ષની બેઠક પાસે સ્થાપિત કરવામાં આવશે અને તે ચાંદી અને સોનાનો બનેલો છે. સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે ઓગસ્ટ 1947માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલો આ રાજદંડ અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડશે.

ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. નવી સંસદમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત સત્ર માટે લોકસભા સભાખંડમાં 1,272 સભ્યો બેસી શકે છે. સંસદની હાલની ઇમારત 96 વર્ષ જૂની છે. જેનું બાંધકામ 1927માં પૂર્ણ થયું હતું. ઉદ્ઘાટન પહેલા લુંટીયન્સ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસે પહેલેથી જ એક ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી જિલ્લાને આ સમયગાળા માટે કન્ટેનમેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નવી સંસદ ભવન ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં સ્થિત છે. પોલીસે કહ્યું કે વધારાના સુરક્ષા કર્મચારીઓની તૈનાતી ઉપરાંત સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:25 am, Sun, 28 May 23

Next Article