IRCTC નો ઉપયોગ કરતા મુસાફરો ટિકિટ બુકિંગ અને પેમેન્ટ દરમિયાન આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. IRCTCનું કહેવું છે કે ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને IRCTC એપ અને વેબસાઇટ બંને પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રેન ટિકિટ બુકિંગ માટે IRCTC વેબસાઇટ ડાઉન છે. જેના કારણે રેલ યાત્રા માટે ટિકિટ બુક કરાવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ છે, જેના પર ટેકનિકલ ટીમે કામ શરૂ કરી દીધું છે. IRCTCનું કહેવું છે કે આ સમસ્યા થોડા સમયમાં ખતમ થઈ શકે છે. હાલમાં આઈઆરસીટીસી દ્વારા કસ્ટમર કેર નંબર આપવામાં આવ્યા છે, જેના પર ગ્રાહકો કોલ કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. આ નંબરો છે- 14646,0755-6610661 અને 0755-4090600. આ સિવાય etickets@irctc.co.in પર પણ મેઈલ કરી શકાય છે.
Due to technical reasons the ticketing service is not available. Our technical team is resolving the issue. We will notify as soon as the technical issue is fixed.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023
IRCTC વેબસાઇટ પર નોટિફિકેશન દેખાય છે. તે જણાવે છે કે મેન્ટેન એક્ટિવિટીના કારણે ઈ-ટિકિટ સેવા ઉપલબ્ધ નથી. થોડા સમય પછી પ્રયાસ કરો. ટિકિટ કેન્સલેશન માટે કસ્ટમર કેર નંબર પણ આપવામાં આવ્યો છે. IRCTCએ પણ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. IRCTCએ કહ્યું, ‘ટેકનિકલ કારણોસર અમારી ટિકિટ સેવા ઉપલબ્ધ નથી. અમારી ટેકનિકલ ટીમ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. આ સમસ્યાનો અંત આવતા જ અમે તમને જાણ કરીશું.
Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.
Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023
જો તમે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન ટિકિટ કેન્સલ કરવા માંગતા હોવ અથવા TDR ફાઈલ કરવા માંગતા હો, તો તમે આ નંબરો 14646, 0755-6610661 અને 0755-4090600 પર કૉલ કરી શકો છો. તમે આ ઈમેલ આઈડી etickets@irctc.co.in પર પણ મેઈલ કરી શકો છો.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:34 am, Tue, 25 July 23