
ગુરુવારે નેપાળ અને તિબેટમાં આવેલા ભયંકર પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો છે. બચાવ કાર્યકરો 290 ભારતીય નાગરિકો સહિત સેંકડો ગુમ થયેલા લોકોને શોધવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. નેપાળમાં આવેલા પૂરમાં 389 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પડોશી તિબેટમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. નેપાળ પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 50 વિદેશીઓ સહિત 796 લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 796 લોકોને રોડ માર્ગે બહાર કાઢવામાં આવ્યા છે.
જોકે, નિવેદનમાં વિદેશી નાગરિકોની રાષ્ટ્રીયતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 389 થયો છે.નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી તૂટવાથી ભૂસ્ખલન થયું છે, જેના કારણે બુધવારે મધ્ય નેપાળમાં પાણી, કાદવ અને કાટમાળનો પ્રવાહ ફેલાયો, જેના કારણે અનેક નગરો અને ગામડાઓ તબાહ થયા, ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો તણાઈ ગયા અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સને નુકસાન થયું.
અધિકારીઓએ જણાવ્યું કે, તિબેટમાં 558 લોકો હજુ ગુમ છે. કુલ ગુમ થયેલા લોકોની કુલ સંખ્યા 1,468 છે. આ આપત્તિ પછી ભારતે પોતાના નાગરિકોની ઓળખ શરુ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 290 ભારતીય નાગિકોના હજુ સંપર્ક થયો નથી. મંત્રાલયે કહ્યું કે,તેને શોધવા માટે અને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું અત્યારસુધી 84 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.જેમાં બાંધકામ હેઠળના ત્રિશુલી-એ-રન-ઓફ-ધ-રિવર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કાર્યરત 63 કામદારો અને તમિલનાડુના 21 લોકોનો સમાવેશ થાય છે.
ચીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવાર સવાર સુધીમાં તળાવમાં આશરે 20 લાખ ઘનમીટર પાણી એકઠું થઈ ગયું હતું, અને આગામી ત્રણ દિવસમાં વધુ 3 લાખ ઘનમીટર પાણી તેમાં વહેવાની ધારણા છે. આનાથી કુદરતી અવરોધ તૂટવાની ચિંતા વધી ગઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેપાળને મદદની વાત કરી છે, વિનાશને ભયંકર ગણાવ્યો છે.
#WATCH | US President Donald Trump says, “…We’ve called Nepal, and we’ve offered any help that they need. We have a very good relationship with Nepal, and that was brutal… Nobody’s ever seen anything quite like that… strong, well-built buildings we’re wiped out like they… pic.twitter.com/eDOXZqKoJS
— ANI (@ANI) August 27, 2026