
સામાન્ય લોકોના ખીસ્સા પર વધુ એક ઝટકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોસ્ટ વધવાના કારણે મધર ડેરીએ દૂધની કિંમતોમાં 2-4 રુપિયા પ્રતિ લિટરે વધારો થયો છે. જે ગુરુવારથી લાગુ થશે. દિલ્હી એનસીઆરમાં દૂધની સૌથી મોટી સપ્લાયર મધર ડેરીએ છેલ્લી વખત 14 મે 2026ના રોજ કિંમતમાં વધારો કર્યો હતો. આ પહેલા એપ્રિલ 2025માં કિંમતોમાં ફેરફાર થયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર મધર ડેરીએ પોતાના લિક્વિડ દૂધના પ્રકારોની કિંમતોમાં 2 થી 4 રુપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. જે 12 નવેમ્બરથી લાગુ થશે.
મધર ડેરીના પ્રવક્તાએ આના પર કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે. સુત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે કંપનીએ વધેલા ખર્ચનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાખવો પડ્યો છે. મધર ડેરીએ પોતાના દૂધના વેચાણની કમાણીનો 75 થી 80 ટકા ભાગ ખેડૂતોને આપે છે. કંપની દિલ્હી એનસીઆર બજારમાં પોતાના આઉટલેટ,જનરલ ટ્રેડ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા રોજના અંદાજે 35 લાખ લીટર દુધ વેચે છે. કુલ કંપની દરરોજ 50 લાખ લીટરથી વધારે દુધ વેંચે છે.
ગત્ત નાણાકીય વર્ષમાં, મધર ડેરીનું ટર્નઓવર 17 ટકા વધીને રૂ. 20,300 કરોડ થયું હતું કારણ કે તેના દૂધના ઉત્પાદનો અને ખાદ્ય તેલની માંગ સારી હતી.1974માં સ્થપાયેલ, મધર ડેરી એ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. કંપની “મધર ડેરી” બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. ખાદ્ય તેલ “ધારા” બ્રાન્ડ હેઠળ વેચાય છે.
Published On - 12:59 pm, Wed, 11 November 26