Breaking News: લદ્દાખમાં સેનાનું વાહન ખાડીમાં પડતાં 9 જવાનો શહીદ, 1 ઘાયલ

લદ્દાખમાં સેનાનું વાહન ખાડામાં ખાબક્યું. આ દુર્ઘટનામાં સેનાના આઠ જવાનોના મોત થયા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આ ઘટના લેહ નજીકના એક ગામમાં બની હતી.

Breaking News: લદ્દાખમાં સેનાનું વાહન ખાડીમાં પડતાં 9 જવાનો શહીદ, 1 ઘાયલ
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:39 PM

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. રાજધાની લેહ નજીક ક્યારી ગામમાં સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં સેનાના આઠ જવાનોના શહીદ થયા છે. સેનાએ TV9 નેટવર્ક સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે લેહમાં થયેલા અકસ્માતમાં 9 સૈનિકો શહીદ થયા છે, જ્યારે 1  સૈનિક ઘાયલ છે.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે ક્યારી ગામ પહેલા 7 કિમી પહેલા સેનાનું વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું અને ખાડામાં પડી ગયું. આ દુર્ઘટનામાં સાત જવાન અને એક જેસીઓ શહીદ થયા છે. આ અકસ્માતમાં બે જવાન પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સેનાની આ પેટ્રોલિંગ કારુથી ક્યારી તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : લઘુમતી મંત્રાલયમાં શિષ્યવૃત્તિ કૌભાંડ સામે આવ્યું, તપાસ CBIને સોંપાઈ

મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય સેનાની ટુકડીમાં ત્રણ વાહનો સામેલ છે. તેમાંથી સેનાની ટ્રક અકસ્માતનો ભોગ બની છે. આ ટુકડીમાં ત્રણ અધિકારીઓ, બે જેસીઓ અને 34 જવાન સામેલ હતા. ત્રણ વાહનોની આ ટુકડીમાં એક જીપ્સી, એક ટ્રક અને એક એમ્બ્યુલન્સ હતી. લદ્દાખનો વિસ્તાર જ્યાં આ દુર્ઘટના થઈ છે તે દૂરનો વિસ્તાર છે. આ ગામ ભારત-ચીન સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ને અડીને આવેલું છે. આ વિસ્તારમાં ઘણી ખાઈ છે.

LACની નજીક હોવાને કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રહે છે. સેનાની ઘણી મોટી રેજિમેન્ટ પણ અહીં હાજર છે. ચીન સાથે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને અહીં સૈનિકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

જૂન 2020માં લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે. ચીન તરફ સરહદ પર સૈનિકોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે. તેના જવાબમાં ભારતે માત્ર સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી નથી, પરંતુ અહીં મોટા હથિયારો પણ તૈનાત કર્યા છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:06 pm, Sat, 19 August 23