Breaking News: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF ની પેટ્રોલિંગ ટૂકડી પર આતંકી હુમલો, ફાયરિંગમાં ત્રણ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અખરાન નજીક થયેલા આ ફાયરિંગમાં ત્રણ CRPF જવાનો ઘાયલ થયા છે. જવાનો એ પણ જવાબી કાર્યવાહીમાં વળતો પ્રહાર કર્યો છે.

બુધવારે બપોરે, જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ CRPFની પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો. મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ત્યાં તૈનાત જવાનો પર ગોળીબાર કર્યો. CRPFના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે લગભગ ૨:૧૫ વાગ્યે બની હતી. હુમલાખોરોએ જવાનો પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા.
આ હુમલામાં CRPFના 3 જવાનો ઘાયલ થયા છે. બંનેને સારવાર માટે અનંતનાગ જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ CRPFના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો. માહિતી મળતાની સાથે જ ‘ક્વિક રિએક્શન ટીમ’ (QRT) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સુરક્ષા દળો હુમલાખોરોની ઓળખ કરવા અને તેમને પકડવા માટે કામ કરી રહ્યા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
