
Khan Sir Coaching Attack: પટનાના મુસલ્લહપુર હાટ વિસ્તારમાં મંગળવારની સાંજે ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર ગોળીબાર થયો હતો. અંદાજે 8-10 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. આ ઘટનામાં એક સુરક્ષા ગાર્ડ ઈજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સંપુર્ણ મામલે હવે ખાન સરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,મુદ્દો એ છે કે, અમે આટલી સસ્તી ફીમાં કેમ અભ્યાસ કરાવી રહ્યા છીએ. આટલું સારું રિઝલ્ટ કેમ આવી રહ્યું છે.
#WATCH | Patna, Bihar: Educator Khan Sir says, “… The main issue seems to be that why are we teaching for such low fees? Why are we getting such massive results? We appeal to the administration to keep security concerns in mind, recognizing that the poor, too, have the right to… https://t.co/5fSeoroGWH pic.twitter.com/wwxRMZCyxl
— ANI (@ANI) June 2, 2026
ખાન સરે કહ્યું કે, જ્યારે હજારોની સંખ્યામાં પરીણામો આવે છે. તો કેટલાક અસામાજિક તત્વોનો ખતરો વધી જાય છે. તેને લાગે છે કે, તે અમને દબાવી શકે છે. હુમલાખોરોએ ઓફિસમાં સંપૂર્ણ રીતે તોડફોડ કરી છે અને ગોળીઓ ચલાવી છે. અંદાજે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. સીસીટીવી ફુટેજ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. અમારા સુરક્ષા ગાર્ડે હુમલાખોરની ઓળખ કરી લીધી છે.
#WATCH | Patna, Bihar: Shots fired outside the coaching institute of Educator Khan Sir near Musallahpur Haat. A security guard has been injured in this incident, now hospitalized. Patna SSP, SP, and multiple police teams on the spot. Allegations against another coaching… pic.twitter.com/qZwsMgcs0g
— ANI (@ANI) June 2, 2026
તેમણે કહ્યું કે, હુમલો કરનાર બાજુમાં આવેલા કોચિંગ સેન્ટરના લોકો છે. તેમણે કહ્યું કે, ખાન સરના કોચિંગ સેન્ટરને બોમથી ઉડાવી દેશું. અમને સુરક્ષાની જરુર છે. આ પ્રશાસનને સંભાળવાનો મામલો છે.અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે, તેઓ સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખે. તેમજ સમજે કે, ગરીબોને પણ શિક્ષા પર અધિકાર છે. તમને જણાવી દઈએ કે, ઘટના બાદ સંપુર્ણ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
Published On - 8:10 am, Wed, 3 June 26