ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કસ્ટડીમાં લેવામાં આવી છે. તે લંડન જવાની તૈયારી કરી રહી હતી ત્યારે પોલીસે તેની અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. પોલીસ તેની અમૃતપાલ સિંહ વિશે પૂછપરછ કરી રહી છે. અમૃતપાલની પત્ની આજે જ લંડન જતી રહી હતી. તેમની બપોરે 1.30 વાગ્યે શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ હતી. પોલીસ તેમને નજરકેદ પણ કરી શકે છે.
ખાલિસ્તાની અમૃતપાલ સિંહની પત્નીની અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. મહત્વનુ છે કે તેની પત્ની લંડન જવાની ફિરાકમાં હતી. પરંતુ તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી. ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીને ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. આ દરમ્યાન તેણીને પૂછતા તે લંડન જઈ રહી હોવાનું જણાવ્યુ હતું. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે તેના ઘણા સાથીદારો અને સમર્થકોની ધરપકડ કરી હતી. જોકે, અમૃતપાલ તેના કેટલાક નજીકના લોકો સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી છે. એટલું જ નહીં પોલીસ તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે. અમૃતપાલના વિવિધ લોકેશન મળ્યા હતા પરંતુ હજી સુધી તે પકડમાં આવ્યો નથી.
અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકેની એનઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરીમાં અમૃતપાલ સાથે લગ્ન કર્યા પછી, કિરણદીપ કૌર પંજાબમાં શિફ્ટ થઈ ગઈ અને હાલમાં તે અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં રહે છે. જોકે કિરણદીપના પરિવારના મૂળ જલંધરમાં હોવાનું કહેવાય છે.
કિરણદીપ અને અમૃતપાલના લગ્ન અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા તરીકે સંભાળ્યાના મહિનાઓ પછી થયા હતા. અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે વિદેશી ભંડોળના મુદ્દે પંજાબ પોલીસે યુકેની એનઆરઆઈ કિરણદીપ કૌરની આ માટે એરપોર્ટ પરથી કસ્ટડી લઈ પૂછપરછ કરી હતી.
પંજાબ પોલીસે ગત દિવસોમાં તેની પત્ની કિરણદીપ કૌરની પૂછપરછ કરી હતી. આ તપાસ અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે કથિત વિદેશી ફંડિંગના સંદર્ભમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે અમૃતપાલને 35 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે પંજાબ પોલીસ ફંડિંગ મિકેનિઝમની ખાતરી કરવા માટે અમૃતપાલ, તેની પત્ની, પિતા અને અન્ય સંબંધીઓના બેંક ખાતાઓની પણ તપાસ કરી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:47 pm, Thu, 20 April 23