
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના મારવાહ જંગલમાં ફાયરિંગ પછી ગુમ થયેલા 2 SPO જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. 11 નવેમ્બર બાદ તેનો સંપર્ક તુટી ગયો હતો. આ ગંભીર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતુ.જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન-મારવાહ પહાડી વિસ્તારમાંથી બે ખાસ પોલીસ અધિકારીઓ (SPO) ગુમ થયા હતા. તેમની ઓળખ રશપાલ કુમાર (40) અને બોબી ચંદ (54) તરીકે થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ સૈન્ય કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ પર હતા અને ધેરણા પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનો સંપર્ક તૂટી ગયો.આ વિસ્તારમાં ગોળીબાર સંભળાયા હોવાના પણ અહેવાલ હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, શરુઆતમાં તેનો મોબાઈલ ચાલું હતુ. પરંતુ બાદમાં સંપર્ક થઈ શક્યો નહી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તેને શોધવા માટે એક સંયુક્ત સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેના મૃતદેહ મળી આવ્યા છે. બંનેને ગોળીઓના ઘા મળી આવ્યા હતા. શહીદ થયેલા SPO, ઋષિપાલ અને બોબી ચંદ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) નો ભાગ હતા. તેઓ અપર રિજ દેહરનાના ઈન્દ્રાવન વિસ્તારમાં, બાસનનમાં તૈનાત સેનાની 17મી રાષ્ટ્રીય રાઈફલ્સની એક ટીમને રિલીવ કરવા જઈ રહ્યા હતા. પરંતુ તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા નહીં.
મહત્વની વાત એ છે કે, પોલીસ અધિકારીઓ પાસે જે હથિયાળો હતા. તે હથિયાર મૃતદેહ પાસે મળી આવ્યા નથી. મૃતદેહ પર ગોળીબારના નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
11 નવેમ્બર બુધવારના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદી હુમલાના સમાચાર મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ હુમલો CRPF ટીમ પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે સુરક્ષા કર્મચારીઓ ગુમ થયાના સમાચાર હતા. જેના આજે મૃતદેહ મળી આવ્યા છે.
Published On - 9:36 am, Thu, 12 November 26