Breaking News : દેશની બે સૌથી મોટી એરલાઇન્સ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો

દેશની 2 સૌથી મોટી એરલાઈન્સ,એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જૂનથી સ્થાનિક ફ્લાઇટ્સમાં અનુક્રમે 22% અને 7% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.જેમાં કેટલાક રુટ પર ફ્લાઈટની સંખ્યા ઓછી કરવામાં આવી છે.

Breaking News : દેશની બે સૌથી મોટી એરલાઇન્સ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો
Image Credit source: AI
| Updated on: May 28, 2026 | 8:46 AM

દેશની 2 સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની ડોમેસ્ટ્રિક ફ્લાઈટોમાં ઘટાડો કરી રહી છે. ફ્લાઈટમાં આ ઘટાડો મુખ્યત્વે જૂનથી ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ પરિસ્થિતિને જોઈ ફ્લાઈટમાં આ ઘટાડો ચાલુ રાખવો જોઈએ કે તબક્કાવાર બંધ કરવો જોઈએ તે નક્કી કરવામાં આવશે.

2 એરલાઈન્સ કંપનીઓના અલગ અલગ કારણ

એર ઈન્ડિયાએ આ ઘટાડાનું મુખ્ય કારણ મોંઘું થતું એવિએશન ટર્બાઈન ફ્યુલને જણાવ્યું છે. જ્યારે ઈન્ડિગોએ આનું કારણ જૂન થી સપ્ટેમ્બર સુધીની ડિમાંડને ઓછી કરવાનું જણાવ્યું છે. એર ઈન્ડિયાએ પોતાની ડોમેસ્ટ્રિક ફ્લાઈટમાં આ ઘટાડો 22 ટકા સુધી કર્યો છે. જેમાં કેટલાક એવા રુટ છે. જ્યાં ટ્રાફિક ઓછો છે.

એર ઈન્ડિયાએ શું કહ્યું

તે જરુરત મુજબ ફ્લાઈટને મર્જ કરવી કે પછી તેમાં ઘટાડો કરવામાં આવશે. અગાઉ, એર ઇન્ડિયાએ તેના આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સમાં 27% સુધીનો ઘટાડો કર્યો હતો. એર ઇન્ડિયા કહે છે કે સ્થાનિક રૂટ પર ફ્લાઇટ્સનું આ રેશનિંગ જૂન અને ઓગસ્ટ વચ્ચે પણ યથાવત રહેશે.

આ મામલે ઈન્ડિગો એરલાઈન્સે શું કીધું

એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ આ પહેલા જૂન અને ઓગસ્ટ 2026 વચ્ચે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન કેટલીક ડોમેસ્ટ્રિક ફ્લાઈટમાં અસ્થાયી રુપથી ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક રુટ પર ફ્લાઈટની સંખ્યા ઓછી કરવામાં આવી છે.

ફ્યુલની ઉંચી કિંમતનું કારણ બતાવ્યું

એર ઈન્ડિયાએ આનું મુખ્ય કારણ ફ્યુલના વધતા ભાવ બતાવ્યા છે. જેના કારણે ફ્લાઈટને ઓપરેટ કરવાનું મોંઘું પડી રહ્યું છે. એર ઈન્ડિયા ડિમાન્ડ અને ઓપરેશન પર ઝીણવટભરી નજર રાખશે. જેનાથી સ્થિતિ સામાન્ય થવા પર ફ્લાઈટની કિંમતોની સંખ્યા ફરીથી વધારી શકાય.

ફ્લાઇટ્સમાં સાત ટકા સુધીનો ઘટાડો

કેટલાક રૂટ પર માંગમાં ઘટાડો થવાને કારણે, ફ્લાઇટ્સમાં સાત ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો જૂનથી સપ્ટેમ્બરના મધ્ય સુધી રહેશે. જો આ સમયગાળા દરમિયાન માંગ વધે છે, તો ઘટાડેલી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે. આ બે એરલાઇન્સ ઉપરાંત, અન્ય એરલાઇન્સ પણ તેમની ફ્લાઇટ્સ ઘટાડી રહી છે.

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us