ભારતીય સેનાએ યુનિફોર્મ બદલ્યો, મૂછો અંગેના નિયમો કડક કર્યા , નવો ડ્રેસ કોડ શું છે ? જાણો

Indian Army New Uniform Rules : ભારતીય સેનાએ પોતાના ડ્રેસ રેગુલેશનમાં મોો ફેરફાર કરતા અધિકારીઓ માટે નવી વિન્ટર જેકેટ અને કોમ્બેટ ટી શર્ટ સહિત કેટલાક યુનિફોર્મ જોડ્યા છે. સેરિમોનિયલ વિન્ટર ડ્રેસને હવે જવાનો અને ઓફિસર માટે એક સમાન કરવામાં આવ્યા છે.

ભારતીય સેનાએ યુનિફોર્મ બદલ્યો, મૂછો અંગેના નિયમો કડક કર્યા , નવો ડ્રેસ કોડ શું છે ? જાણો
| Updated on: Jun 14, 2026 | 8:36 AM

ભારતીય સેનાનો ડ્રેસ જોઈ દરેક લોકોને ગર્વ થાય છે. સેનાના જવાન પોતાના જીવને જોખમમાં મુકી દેશની રક્ષા કરે છે. છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો સાથે લડે છે. હવે એક નવું અપટેડ સેનાના યુનિફોર્મને લઈને આવ્યું છે. ઈન્ડિયન આર્મીના ડ્રેસ રેગુલેશનમા ફેરફાર કરવામાં આવ્યો છે. આર્મીની અલગ અલગ સમયે પહેરાતા યુનિફોર્મમાં કેટલાક નવા યુનિફોર્મ જોડવામાં આવ્યા છે. સેરિમોનિયલ વિન્ટર ડ્રેસમાં હવે એક ડ્રેસ જવાનો અને અધિકારીઓ માટે સરખી હશે. અધિકારીઓ માટે નવા વિન્ટર જેકેટ પણ યુનિફોર્મમાં સામેલ કરવામાં આવ્યા છે.

નવા ડ્રેસ રેગુલેશનમાં વિન્ટર જેકેટ સામેલ

ડ્રેસ રેગુલેશનમાં 3બી નામથી વિન્ટર ડ્રેસ જોડાયેલ છે. જેમાં વિન્ટર જેકેટ સામેલ છે. આ પ્રકારે વિન્ટર જેકેટ હજુ એરફોર્મસ અને યુનિફોર્મમાં છે. હવે આર્મી યુનિફોર્મ આમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પીસ સ્ટેશન માટે હશે કારણ કે, ફીલ્ડ સ્ટેશનમાં સંપૂર્ણ કોમ્બેટ યુનિફોર્મ જ પહેરવામાં આવી છે.

આ યુનિફોર્મ વિન્ટર સેરિમોનિયલ માટે ઉમેરવામાં આવ્યો

કોમ્બેટ યુનિફોર્મમાં 7A નામનો નવો યુનિફોર્મ ઉમેરવામાં આવ્યો છે. તેમાં ટી-શર્ટનો સમાવેશ થાય છે. 7B યુનિફોર્મ એ વિન્ટર કોમ્બેટ જેકેટ છે. વિન્ટર સેરિમોનિયલ દરમિયાન અધિકારીઓ માટે 1C નામનો નવો યુનિફોર્મ ઉમેરવામાં આવ્યો છે. પહેલાં, આ યુનિફોર્મ સૈનિકો અને JCO માટે હતો. હવે, તે અધિકારીઓ માટે ઉમેરવામાં આવ્યો છે.

મહિલા સૈનિકો અને સૈન્ય અધિકારીઓ માટે લિપસ્ટિક, નેલ પોલિશ, ચાંદલ્લો અને નોઝ પિન પહેરવા પર સખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહિલા કર્મચારીઓ સિંદુર લગાવી શકે છે. સ્લીવલેસ કુર્તા, પ્લાઝો અને પેન્ટ જેવા પ્લાઝો સહિત કૈઝુઅલ કપડાં પહેરવા પર પ્રતિંબધ લગાવ્યો છે. પુરુષોને વર્દીમાં કોઈ પણ પ્રકારના બ્રેસલેટ પહેરવાની પરવાનગી નહી હોય, તેમજ સૈનિકોને ધાર્મિક ચિહ્ન પ્રદર્શિત કરવાની પણ પરવાનગી નથી. તેમજ સૈનિકોની મુંછનો આકાર 12 સેન્ટીમીટરથી વધારે ન હોવો જોઈએ. વર્દીમાં રહેતી વખતે પરફ્યુમ લગાવવા પર પ્રતિબંધ છે.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.