Breaking News :ગુલામ નબી આઝાદનું મોટું નિવેદન ઇસ્લામ કરતાં હિન્દુ ધર્મ જૂનો છે, જમ્મુ-કાશ્મીરના તમામ મુસ્લિમો હિન્દુ છે

ગુલામ નબી આઝાદે ( Nabi Azad ) કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં તમામ કાશ્મીરીઓ પંડિત હતા અને આજે બધા મુસ્લિમ બની ગયા છે. કાશ્મીરમાં ઇસ્લામ 600 વર્ષ પહેલા આવ્યો હતો. આ પહેલા અહીં બધા હિન્દુ હતા. તેમણે કહ્યું કે જે રાજનીતિમાં ધર્મનો સહારો લે છે તે કમજોર છે.

Breaking News :ગુલામ નબી આઝાદનું મોટું નિવેદન ઇસ્લામ કરતાં હિન્દુ ધર્મ જૂનો છે, જમ્મુ-કાશ્મીરના તમામ મુસ્લિમો હિન્દુ છે
| Updated on: Aug 17, 2023 | 12:43 PM

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir )ના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મુસ્લિમોને લઈને મોટો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીરના મુસ્લિમો પણ હિંદુ છે. તેનો ધર્મ બદલાઈ ગયો. હિંદુ ધર્મ ઇસ્લામ પહેલા આવ્યો હતો, દરેક વ્યક્તિ આ ધર્મમાં જન્મ્યો છે. ડોડામાં એક કાર્યક્રમને સંબોધતા આઝાદે કહ્યું કે, 1500 વર્ષ પહેલા ઇસ્લામ ભારતમાં આવ્યો હતો. હિંદુ ધર્મ સૌથી જૂનો ધર્મ છે.

આ પણ વાંચો : Chandrayaan 3 પર ઈસરોના પૂર્વ વડાનું નિવેદન, કહ્યું 140 કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફુલી જશે

રાજનીતિમાં ધર્મનો સહારો લે છે તે કમજોર

આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સૌ લોકો કાશ્મીરી પંડિત હતા અને આજે તમામ મુસ્લમાન બની ગયા છે. કાશ્મીરમાં ઈસ્લામ 600 વર્ષ પહેલા આવ્યા હતા. આ પહેલા તમામ હિન્દુ હતા. તેમણે કહ્યું રાજનીતિમાં ધર્મનો સહારો લે છે તે કમજોર છે. અમારા હિન્દુ ભાઈ પુજા પાઠ કરે મુસ્લિમ ભાઈ નમાઝ પઠે.એમાં કોઈ શંકા નથી જો કોઈ ધર્મના નામે ન્યાય વહેંચે તો તે સારી રાજનીતિ નથી. વિકાસનો કોઈ ધર્મ હોતો નથી.

હિન્દુ ધર્મ ઈસ્લામથી જૂનો છે

ગુલામ નબી આઝાદે કહ્યું કે હિંદુ ધર્મ ઇસ્લામ કરતા જૂનો છે. મુઘલ સૈન્ય માત્ર 10-20 મુસ્લિમોને ભારતમાં લાવ્યા હતા બાકીના હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. તેનું ઉદાહરણ આપણા કાશ્મીરમાં છે. 600 વર્ષ પહેલા કાશ્મીરમાં મુસ્લિમ કોણ હતું? બધા કાશ્મીરી પંડિત હતા. તેથી જ હું કહું છું કે દરેક વ્યક્તિ આ ધર્મમાં જન્મે છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે.

આઝાદે કહ્યું કે, આ દરમિયાન તેમણે સંસદના એક મુદ્દાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મેં સંસદની અંદર ઘણા મુદ્દાઓ પર મારી વાત રાખી હતી, જે કદાચ તમારા સુધી ન પહોંચી હોય. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપના એક નેતાએ સંસદમાં બહારના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન મેં કહ્યું કે અહીં અંદર કે બહારથી કોઈ આવ્યું નથી. ઇસ્લામ સમગ્ર વિશ્વમાં ભારતમાં માત્ર 1500 વર્ષ પહેલાં આવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:01 pm, Thu, 17 August 23