G20 Summit Breaking News : આફ્રિકન યુનિયન બન્યું G20નું સભ્ય, PM મોદીએ કરી જાહેરાત, જુઓ Video

|

Sep 09, 2023 | 11:40 AM

જી-20 સમિટ રાજધાની દિલ્હીમાં યોજાઈ રહી છે. આ સમિટ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ ચાલશે. આજે પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના દિગ્ગજ નેતાઓ એકસાથે બેસશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અને અન્ય રાષ્ટ્રપતિઓ સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે.

G20 Summit Breaking News : આફ્રિકન યુનિયન બન્યું G20નું સભ્ય, PM મોદીએ કરી જાહેરાત, જુઓ Video

Follow us on

G20 Summit 2023: આખરે એ દિવસ આવી ગયો. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર, સમિટના પ્રથમ દિવસે, વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે. દિલ્હીના ભારત મંડપમ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમિટ બે દિવસ સુધી ચાલશે. ભારત સરકાર એક વર્ષથી આ સમિટની તૈયારી કરી રહી છે. વિવિધ મંત્રી અને કાર્યકારી જૂથની બેઠકો યોજાઈ હતી. એજન્ડામાં જળવાયુ પરિવર્તન, દેવું, ખાદ્ય સુરક્ષા, સ્થિરતા અને ભૌગોલિક રાજકીય તણાવ પર ચર્ચાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભારતે આ વર્ષની સમિટની થીમ ‘One Earth, One Family, One Future’ રાખી છે. તમામની નજર નેતાઓની સંયુક્ત જાહેરાત પર છે.

G-20માં કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમએ કહ્યું કે, એકતાની ભાવનાથી ભારતે આફ્રિકન યુનિયનને G-20નું કાયમી સભ્યપદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હું માનું છું કે અમે બધા આ પ્રસ્તાવ પર સહમત છીએ. દરેકની સંમતિથી કાર્યવાહી શરૂ કરીને તમને આફ્રિકન યુનિયનના કાયમી સભ્યપદ પર વિચાર કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

 

 

આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી હતી. પીએમએ આફ્રિકન યુનિયનના પ્રમુખને પણ ગળે લગાવ્યા અને અભિનંદન પાઠવ્યા.

PM Modiની નેમ પ્લેટ પર લખ્યું BHARAT

છેલ્લા ઘણા દિવસોથી આપણા દેશના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દેશનું નામ Bharat કરવા માંગે છે જ્યારે વિપક્ષ તેનો પૂરજોશમાં વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ (PM MODI) વિપક્ષ અને વિશ્વને મજબૂત સંદેશ આપ્યો છે. મજબૂત વ્યક્તિત્વ, કુટનિતિ અને અસરકારક સંદેશ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદીએ મિટિંગ સમિટ દરમિયાન તેમની સામેની નેમ પ્લેટ પર “ભારત” લખેલું હતુ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:21 am, Sat, 9 September 23

Next Article