Breaking News: હૈદરાબાદમાં ચારમિનાર પાસે ભીષણ આગ, 17 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, જુઓ વીડિયો

Fire News: આ ઘટના તાજેતરના સમયમાં હૈદરાબાદમાં આગની બીજી મોટી ઘટના છે. બે દિવસ પહેલા સિદ્દી અંબર બજારમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી.

Breaking News: હૈદરાબાદમાં ચારમિનાર પાસે ભીષણ આગ, 17 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, જુઓ વીડિયો
fire breaks out near Charminar in Hyderabad
| Updated on: May 18, 2025 | 2:02 PM

Fire News: હૈદરાબાદના ઐતિહાસિક ચારમીનાર નજીક ગુલઝાર હૌઝ વિસ્તારમાં શનિવારે સવારે ભીષણ આગ લાગતાં ભારે તબાહી મચી ગઈ હતી. રહેણાંક અને વાણિજ્યિક ઉપયોગ ધરાવતી એક ઇમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતને તાજેતરના વર્ષોમાં હૈદરાબાદમાં બનેલી સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

શરૂઆતના અહેવાલો અનુસાર આગ સવારે 5:30 વાગ્યાની આસપાસ લાગી હતી જ્યારે મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતા. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલી મોતીની દુકાનમાં શરૂ થઈ હતી અને ધુમાડો ઝડપથી આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત થયા.

રાહત અને બચાવ કામગીરી

ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગના 11 એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તેમાં લંગર હૌજ, મોગલપુરા, ગોલાગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ અને સાલારજંગ મ્યુઝિયમ સ્ટેશનોથી મોકલવામાં આવેલા વાહનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2 રેસ્ક્યુ ટેન્ડર, એક બ્રોન્ટો સ્કાયલિફ્ટ, 3 વોટર ટેન્ડર અને એક ફાયર ફાઇટીંગ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી.

ઘાયલોને DRDO હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગનું કહેવું છે કે આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે, જેની વિગતવાર તપાસ ચાલી રહી છે.

 

PM મોદીની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટર પર લખ્યું, “તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરુ છું.”

ઘણા લોકોએ જીવ ગુમાવ્યા

કેન્દ્રીય મંત્રી અને રાજ્ય ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે આગ મોતીની દુકાનમાંથી શરૂ થઈ હતી, જેની ઉપર માલિકનું ઘર હતું. તેમણે કહ્યું, “આ એક મોટો અકસ્માત છે. જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાક ઘાયલ થયા છે. હું કોઈને દોષી ઠેરવી રહ્યો નથી, પરંતુ હૈદરાબાદ જે રીતે ઝડપથી વિકાસ કરી રહ્યું છે, તેમાં પોલીસ, નગરપાલિકા, અગ્નિશામક અને વીજળી વિભાગોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.”

 

થોડા દિવસ પહેલા પણ આગની ઘટના બની હતી

આ ઘટનાના ચાર દિવસ પહેલા જ હૈદરાબાદના બેગમ બજાર વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે ઇમારતની રચના, સલામતી ધોરણોનું પાલન અને વીજ જોડાણોની સ્થિતિની સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે.

તેલંગાણા દક્ષિણ ભારતમાં આવેલું રાજ્ય છે. તેલંગાણા રાજ્યનું પાટનગર હૈદરાબાદ છે. જે તેલંગાણા રાજ્યનું સૌથી મોટું શહેર છે. અહીં કુલ 33 જિલ્લા છે. તેલંગાણા વર્ષ 2014માં અસ્તિત્વમાં આવ્યું હતું. હૈદરાબાદના વધૂ ન્યૂઝ જોવા માટે ફોલો કરો આ પેજને.

Published On - 1:20 pm, Sun, 18 May 25