Breaking News: આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે EDની તપાસ

Breaking News: EDના અધિકારીઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડી રહ્યા છે. જો કે, આ દરોડા કયા કેસમાં પાડવામાં આવી રહ્યા છે, તેની માહિતી હજુ સામે આવી નથી. સંજય સિંહનું નિવાસસ્થાન દિલ્હીના નોર્થ એવન્યુમાં છે. તેમના ઘરની બહાર સીઆરપીએફના જવાનો પણ તૈનાત છે.

Breaking News: આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે EDની તપાસ
| Edited By: | Updated on: Oct 04, 2023 | 8:16 AM

Breaking News: રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ ઘરની તપાસ કરી રહી છે. હાલમાં, ઇડીના અધિકારીઓ કયા કેસમાં દરોડા પાડી રહ્યા છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચો: Breaking News : દિલ્હી-એનસીઆરમાં NewsClick સાથે જોડાયેલા પત્રકારો અને કર્મચારીઓને ત્યાં દરોડા

સંજય સિંહનું નિવાસસ્થાન દિલ્હીના નોર્થ એવન્યુમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP નેતા સંજય સિંહના ઘરની બહાર CRPFના જવાનો પણ તૈનાત છે. ઘરની અંદર EDના ઘણા અધિકારીઓ હાજર છે. લગભગ એક કલાકથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

 

 

સંજય સિંહના બે સહયોગીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે સંજય સિંહના બે સહયોગીઓ સર્વેશ મિશ્રા અને અજીત ત્યાગીના ઘરે ED પહેલા જ દરોડા પાડી ચૂકી છે. દારૂના વેપારીઓ સાથેની વાતચીતના સંદર્ભમાં EDએ બંનેની પૂછપરછ કરી છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં બે આરોપી રાઘવ મગુંટા અને દિનેશ અરોરા સાક્ષી બન્યા છે. જે બાદ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા.

અત્યાર સુધીમાં ત્રણ લોકો બન્યા છે સરકારી સાક્ષી

મની લોન્ડરિંગ કેસમાં આરોપી રાઘવ મગુંટા YSR કોંગ્રેસના સાંસદ મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર છે. કોર્ટે દિનેશ અરોરાને પણ સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. હાલ બંને જામીન પર બહાર છે. આ પહેલા અરબિંદો ફાર્માના ડાયરેક્ટર શરદ રેડ્ડી પણ સરકારી સાક્ષી બન્યા હતા. એટલે કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકો સરકારી સાક્ષી બન્યા છે.

NewsClick સાથે જોડાયેલા પત્રકારો અને કર્મચારીઓને ત્યાં દરોડા

મહત્વનું છે કે મંગળવારના રોજ દિલ્હી NCRમાં NewsClick સાથે જોડાયેલા પત્રકારો અને કર્મચારીઓને ત્યા દરોડા પડ્યા હતા અને તેમના પર અમેરિકાના વ્યક્તિ પાસેથી ફંડિગ મળે છે અને તે વ્યક્તિ ચીની મીડિયા સાથે નજીકથી જોડાયેલો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:38 am, Wed, 4 October 23